ભારતીય સેનાની તાકાત વધશે, હથિયારોની ખરીદી માટે 28 હજાર કરોડના સંરક્ષણ સોદાને મંજુરી

 

ચીન અને પાકિસ્તાન સરહદે સતત મળી રહેલા પડકારોને પહોંચી વળવા અને દેશ વિરૂધ્ધ કોઇ પણ બદઇરાદાને ધરાશાઇ કરવા માટે ભારતીય સેનાને તાત્કાલિક નવા હથિયારો, ઉપકરણ, અને અન્ય સરંજામ પહોંચાડવામાં આવશે, તેના માટે સંરક્ષણ મંત્રાલયએ સ્થાનિક ઉદ્યોગો પાસેથી  28,000 કરોડ રૂપિયાનાં ઉપકરણો અને શસ્ત્ર સરંજામની ખરીદીની દરખાસ્તને મંજુરી આપી દીધી.

સંરક્ષણ મંત્રાલયએ ગુરૂવારે કહ્યું ભારતીય ભુમિ દળ, નેવી અને એરફોર્સનાં હથિયારો અને ઉપકરણો સહિત અન્ય તમામ જરૂરિયાતો પુરી કરવા માટે Defence Acquisition Council ને કુલ 28 હજાર કરોડ રૂપિયાનાં સંરક્ષણ સોદાને મંજુરી આપી દીધી છે, અધિકારીઓએ જે પ્રસ્તાવોને મંજુરી આપી દીધી છે, તેમાં હવાઇ દળ માટે વિમાનોની હાજરી શોધી કાઢતી સિસ્ટમ, નેવી માચે પેટ્રોલિંગ વ્હિકલનો સમાવેશ થાય છે.

આ સંરક્ષણ ખરીદીની મંજુરી એવા સમયે આપવામાં આવી રહી છે જ્યારે ભારત અને ચીન લદ્દાખ નજીક એક્ચ્યુઅલ કન્ટ્રોલ લાઇન (એલએસી) ની બાજુએ તંગદીલી ચાલી રહી છે. અનેક રાઉન્ડની લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટો પછી પણ તણાવ ઓછો થયો નથી. સ્થિતિ એવી છે કે ભારત અને ચીનની સેના સરહદની બંને બાજુ મોટી સંખ્યામાં એકઠી થઈ ગઈ છે.

બીજી તરફ, પાકિસ્તાન નિયંત્રણ રેખા (એલઓસી) પર સીઝફાયરનું સતત ઉલ્લંઘન કરી રહ્યું છે. આટલું જ નહીં, સમયાંતરે મોટી સંખ્યામાં આતંકીઓ સરહદ પારથી ઘૂસણખોરી કરતા રહે છે. જો કે, સરહદ પરનાં આપણા જવાનો તેમની ઇરાદાઓને સફળ થવા દેતાં નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.