ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ દૈનિક કેસ,ભારતમાં કોરોનાથી એક દિવસમાં 802ના મૃત્યુ

દેશમાં કોરોનાના એક દિવસમાં નવા કેસ 1 લાખ 31 હજાર 878 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં 61 હજાર 829 દર્દી રિકવર થયા છે તો સાથે જ દેશમાં કોરોનાથી એક દિવસનો મૃત્યુઆંક પણ વધ્યો છે, ભારતમાં કોરોનાથી એક દિવસમાં 802ના મૃત્યુ થયા છે.

ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 9 લાખ 74 હજાર 233 થઈ ચૂક્યા છે.  ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 30 લાખ 57 હજાર 954 પહોંચી ચૂક્યા છે.

દેશમાં કોરોનાથી સાજા થતા દર્દીનો દર ઘટીને 91.67 ટકા અને એક્ટિવ કેસ વધીને 7.04 થઈ ચૂક્યો છે. કોરોનાનો ડેથ રેટ ઘટીને 12.09 ટકા થયો છે. ગુરુવારે પીએમ મોદીએ પણ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી અને કહ્યું કે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાય.

મહારાષ્ટ્રમાં ગુરુવારે 56286 નવા દર્દીઓ આવ્યા છે તો 376 લોકોના મોતથયા છે. હાલમાં અહીં 5.21 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. દિલ્હીમાં ગુરુવારે 7437 નવા કેસ આવ્યા છે અને 42 દર્દીના મોત થયા છે. અહીં 6.98 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 23 181 લોકો સારવાર લઈ રહ્યા છે. ગુજરાતમાં ગઈ કાલે 4021 નવા કેસ આવ્યા છે અને 35 લોકોના મોત થયા છે. અહીં 4655 દર્દીના મોત થયા છે. તો સાથે જ 3.07 લાખ લોકો સાજા થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.