દેશમાં શનિવારે 1લાખ 52 હજાર લોકો સંક્રમિત મળ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે હોસ્પિટલમાંથી ડિસ્ટાર્જ થનારાની સંખ્યા ઓછી અને સંક્રમિતોની સંખ્યા વધારે થઈ રહી છે.
મહારાષ્ટ્રમાં 32.8 લાખ કેસ છે. જે સૌથી વધારે છે. પહેલી લહેરની સરખામણીએ આ વર્ષે કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. ગત 4 દિવસોમાં 1 લાખથી વધારે કેસ આવી રહ્યા છે. આ પહેલા શુક્રવારે 1.31 લાખ, ગુરુવારે 1.26 લાખ, બુધવારે 1.15 લાખ, મંગળવારે 96 હજાર અન સોમવારે 1.03 લાખ કેસ આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં શનિવારે 55, 411 નવા કેસ સામે આવ્યા અને રાજ્યમાં કુલ સંખ્યા 33,43,951 થઈ ગઈ. એક દિવસમાં 309 લોકોના મોત સાથે કુલ મોત આંક 57,638 પહોંચ્યો. હાલ 5,36,682 ની સારવાર ચાલી રહી છે. તો એક દિવસમાં 53,005 લોકોને રજા આપવામાં આવી છે. ત્યારે કુલ 27,48,153 લોકો સાજા થયા છે.
પંજાબમાં કોરોનાથી 58 લોકોના મોત થતાં શનિવારે મૃતકોની સંખ્યા વધીને 7448 પર પહોંચી ગઈ. જ્યારે મહામારીના 3294 નવા મામલા સામે આવતા કુલ કેસ 269733 થયા.
મઘ્ય પ્રદેશમાં શનિવારે સૌથી વધારે કેસ 4,986 આવ્યા છે. કુલ સંખ્યા 3,32,206 થઈ ગઈ છે. 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે.
રાજસ્થાનમાં શનિવારે કોરોનાના સૌથી વધારે 4401 નવા મામલા આવતા ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી અશોક ગહેલોતે એકવાર ફરી સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરવા અપીલ કરી.
છત્તીસગઢમાં શનિવારે કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધારે 14, 098 નવા મામલા સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 4,32,776 થઈ ગઈ છે. રાજ્યમાં શનિવારે 65 લોકો કોરોના મુક્ત થઈ ગયા. ત્યારે 4603 લોકોએ ક્વોરેન્ટાઈન સમય પુરો કર્યો છે. 123 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં શનિવારે 7897 નવા કેસ આવતા કુલ કેસની સંખ્યા 7,14,423 થઈ. 39 ના મોત સાથે કુલ મોતનો આંક 11235 એ પહોંચ્યો. દિલ્હીમાં સંક્રમણનો દરસ પહેલી વાર 10 ટકાને પાર પહોંચી 10.21 થઈ ગઈ
ઓડિસામાં શનિવારે કોરોનાના 1374 નવા દર્દી આવ્યા. જે આ વર્ષના સૌથી વધારે છે. જે બાદ કુલ મામલા 3, 48, 182 થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.