ભારતમાં કોરોના સામે રિકવરી રેટ સુધરીને 97.2 ટકા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ અત્યાર સુધીમાં 50 લાખની આસપાસ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 49,59,445 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,408 નવાપોઝિટિવ કેસો નોંધાયા છે.
હાલમાં 1,51,460 એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ 97 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,54,823 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 4 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 19,99,31,795 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.