મંગળવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લોકડાઉન કરવાની માંગ કરી. કોંગ્રેસના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત સરકાર સમજી નથી રહી, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે એક માત્ર ઉપાય લૉકડાઉન જ છે. પરંતુ સમાજમાં ન્યાય યોજનાના લાભ આપવાની સાથે જ.છે
ઉલ્લેખનીય છેકે આ પહેલા જ્યારે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે રાહુલ ગાંધી લોકડાઉનના વિરોધમાં પોતાનો મંતવ્ય મૂકતાં હતા, ગયા વર્ષે જ્યારે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે રાહુલ ગાંધીએ તેની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ વારંવાર કહ્યું હતું કે લોકડાઉન તો માત્ર કોરોનાની સ્પીડને રોકી શકે છે.
ભારત અત્યારે કોરોના વાયરસની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યો છે. આ લહેરમાં છેલ્લા 15 દિવસમાં દરરોજ ત્રણથી ચાર લાખ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડનો અભાવ અને ઑક્સીજન મળી નથી રહ્યો.
દેશના મોટા ભાગના રાજ્યોમાં જુદા જુદા પ્રતિબંધ લગાવી દેવામાંઆ આવ્યા છે. ઘણા રાજ્યોમાં તો લોકડાઉન જ કરી દેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.