એક દિવસમાં દેશમાં કોરોનાથી 3 લાખ 28 હજાર 141 દર્દી સ્વસ્થ થયા છે તો સાથે જ ભારતમાં એક દિવસમાં કોરોનાથી 3 હજાર 920ના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 36 લાખ 44 હજાર 436 પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડ 14 લાખ 85 હજાર 285 થયા છે.
દેશમાં કોરોના સંક્રમણનો કુલ કેસ લગભગ 2,14,84,911 થયા છે અને મૃત્યુઆંક પણ 2,30,168 થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સારવાર લઈ રહેલા દર્દીને સંખ્યા 35,66,398 છે જે સંક્રમણના કુલ કેસના 16.92 ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર ગોવામાં સંક્રમણ 48 ટકા છે. બીજા નંબરે 37 ટકા સંક્રમણની સાથે હરિયાણઆ, પ. બંગાળમાં 33 ટકા સક્રમણ, દિલ્હીમાં 32 ટકા, પોંડિચેરીમાં 30 ટકા સંક્રમણ જોવા મળી રહ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસ ગઢ, રાજસ્થાનમાં 29 ટકા અને કર્ણાટકમાં 28 ટકા તો ચંડીગઢમાં 26 ટકા સંક્રમણ જોવા મળી રહ્યું છે.
6 મે 2021: 414,433 નવા કેસ અને 3,920 મૃત્યુ
5 મે 2021: 412,618 નવા કેસ અને 3,982 મૃત્યુ
4 મે 2021: 382,691 નવા કેસ અને 3,786 મૃત્યુ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.