ભારતમાં કોરોનાને લઈને રાહતના સમાચાર, કોરોનાના કારણે થતા મોત ઘટી રહ્યા છે, સક્રિય કેસ પણ ઘટી રહ્યા છે

કોરોનાની જંગમાં ભારતની જીત જોવા મળી રહી છે. છેલ્લા અઠવાડિયામાં કેસ ઘટી રહ્યા છે અને 600થી વધુ જીલ્લામાં કોઈ મોત થયા નથી.

ભારતમાં કોરોનાને લઈને રાહતના સમાચાર એ પણ છે કે  કોરોનાના કારણે થતા મોત ઘટી રહ્યા છે તો સક્રિય કેસ પણ ઘટી રહ્યા છે. 602 જિલ્લામાં કોઈ મોત છેલ્લા એક અઠવાડિયામાં થયા હોય તેવું જાણવા મળ્યું નથી.

એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 729 જિલ્લામાંથી 116 જિલ્લામાં એક અઠવાડિયામાં મોતની સંખ્યા 10થી વધારે નથી. આ આંકડા 10 ફેબ્રુઆરી સુધીના છે. એક તરફ કોરોનાથી દેશમાં 1.5 લાખથી વદારે લોકોના મોત થયા છે તો આ આંકડા હાલમાં રાહત આપી રહ્યા છે.

કેટલાક વિસ્તારોમાં કોરોનાથી થતા મોતની સંખ્યા ઘટી રહી છે તો કેટલાક અતિ સંક્રમિત રહી ચૂકેલા મહારાષ્ટ્ર અને કેરળમાં 10 દિવસમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા વધી છે. તેમાં પુના, તિરુવનંતપુરમ, કોઝોકોડ, મુંબઈ, નાગપુર, યવતમાલ, કોલ્લામ અને બેંગલુરુ છે.

દેશમાં કોરોનાથી મોતના કેસમાં ઘટાડાની સાથે કોરોના સક્રિય કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

કોરોના સામેની લડાઈ ન હતી સરળ

ભારત જ નહીં વિશ્વ માટે પણ કોરોના વાયરસની લડાઈ મુશ્કેલ રહી છે. આ લડાઈમાં દેશમાં લગભગ 734 ડોક્ટરે પોતાના જીવ ખોવ્યા છે. કોરોનાની લડાઈમાં ભારતે વેક્સીનેશન શરૂ કરીને આ લડાઈમાં મોટો વિજય મેળવ્યો છે. હેલ્થ વર્કર્સ બાદ ફ્રન્ટ લાઈન વર્કર્સને કોરોનાની વેક્સીન લગાવાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.