મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશના 9 રાજ્યોમાં હવે નવા મામલામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને દિલ્હી જેવા વધારે અસરગ્રસ્ત રાજ્યો પણ છે. પરંતુ સંક્રમક બિમારીઓના એક્સપર્ટ શાહિદ જમીલે કહ્યુ છે કે ભલે અત્યારે કેસ ઓછા થતા જોવા મળ્યા હોય પરંતુ બીજી લહેરના અંત થવામાં હજું મહિનાઓ લાગી શકે છે.
તેમણે કહ્યુ કે દેશમાં બીજી લહેરના પ્રચંડ પ્રકોપની પાછળ નવા વેરિએન્ટ પણ જવાબદાર હોઈ શકે છે. પરંતુ આ વાતના સંકેત નથી કે તે વધારે ઘાતક છે.
જે બીજી લહેરમાં લગભગ 4 લાખ છે. એટલા માટે એક લહેરને પુરી થવામાં સમય લાગશે. એમ પણ અનેક રાજ્યો છે જ્યા નવા મામલામાં વધારો થઈ રહ્યો છે.
શાહિદ જમીનનું કહેવું છે કે ભારતમાં કોરોનાથી થનારા મોતના આંકડા સાચા નથી. તેમણે કહ્યુ છે કે આપણે જે રીતે કોરોનાના મોતના આંકડા ભેગા કરીએ છીએ તે રીત ખોટી છે. તેમણે કહ્યુ કે દેશમાં કોરોનાની બીજી લહેર ફેલાવાની પાછ કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવું મહત્વનું કારણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.