ભારતમાં ધીમે ધીમે ઘટી રહ્યો છે કોરોના વાયરસનો કહેર,છેલ્લા 24 કલાકમાં આવ્યા મહિનાના સૌથી ઓછા કેસ

એક દિવસમાં ભારતમાં કોરોનાના 1 લાખ 1 હજાર 159 નવા કેસ નોંઘાયા છે તો સાથે જ 2445 દર્દીના મોત થયા છે. રવિવારે દેશમાં 24 કલાકમાં 1.14 લાખ નવા કેસ આવ્યા હતા અને 2677 સંક્રમિતના મોત નીપજ્યા હતા.

દેશમાં 2 મહિના બાદ કોરોના વાયરસના કેસ ઘટ્યા છે. આ પહેલા 5 એપ્રિલે સૌથી ઓછા કેસ નોંધાયા હતા. જેમાં 96982 નવા કેસ આવ્યા હતા.

વર્લ્ડોમીટર અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 1 હજાર 159 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને સાથે જ 2445 દર્દીના મૃત્યુ થયા છે. આ પછી ભારતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 89 લાખ 604 થઈ છે.

ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો થવાની સાથે સાથે હવે  સતત 25મા દિવસે નવા કેસ કરતા રિકવર દર્દીની સંખ્યા વધી હોવાનું જોવા મળી રહ્યું છે. આ સાથે એક દિવસમાં દેશમાં કોરોનાથી મૃત્યુઆંક પણ ઘટ્યો છે.  ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 13 લાખ 98 હજાર 64 જોવા મળી રહ્યા છે.

અત્યાર સુધી કોરોનાથી થતા મોતની સંખ્યા 100130 થઈ છે. સ્વાસ્થ્ય વિભાગની તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યામાં 12557 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ સમયમાં 14433 દર્દીઓ રિકવર થઈને ડિસ્ચાર્જ મેળવી ચૂક્યા છે. આ પછી કુલ રિકવરી મેળવી ચૂકેલા દર્દીની સંખ્યા 5543267 થઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.