એક દિવસમાં ભારતમાં કોરોનાથી રિકવર દર્દી 3 લાખ 53 હજાર 580 થયા છે. ભારતમાં કોરોનાથી એક દિવસનો મૃત્યુઆંક 3 હજાર 747 થયો છે. તો દેશમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 37 લાખ 41 હજાર 368 સુધી પહોંચી છે. દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડ 26 લાખ 62 હજાર 410 થઈ ચૂક્યા છે તો ભારતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 86 લાખ 65 હજાર 266 થઈ છે. બીજી તરફ ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2 લાખ 46 હજાર 146 સુધી પહોંચી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે 24 કલાકમાં આવેલા નવા કેસની સંખ્યામાં 71.15 ટકા મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી સહિત 10 રાજ્યોના છે. અન્ય 10 રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, પ. બંગાળ, રાજસ્થાન અને હરિયાણા છે. કુલ 30.22 કરોડ કેસની તપાસ થઈ છે અને દૈનિક સંક્રમણ રેટ 21.64 ટકાનો છે.
મંત્રાલયે કહ્યું કે દેશમાં અપાયેલા કોરોના વેક્સીનના ડોઝમાં 66.78 ટકા મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, પ. બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં અપાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.