ભારતમાં ફરી કોરોનાના રેકોર્ડ તોડતા કેસ,એક દિવસમાં દેશમાં કોરોનાથી 1 હજાર 492ના મૃત્યુ

દેશમાં કોરોનાના સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી રોજ 2 લાખથી વધુ નવા કેસ આવવાની સાથે આજે આ આંક 2.60 લાખ સુધી પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો લગભગ 1500થી વધારે લોકોના મોત થયા છે.

ગઈકાલે એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 2 લાખ 60 હજાર 533 આવ્યા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી રિકવર દર્દીની સંખ્યા 1 લાખ 38 હજાર 156 પહોંચી છે. તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી 1 હજાર 492 લોકોના મૃત્યુ પણ થયા હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 17 લાખ 93 હજાર 976 થઈ ચૂક્યા છે.

કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 1,26,71,220 પર પહોંચી ગઈ છે અને મૃત્યુ દર ઘટીને 1.21 ટકા થઈ ગયો છે.

દેશમાં 10 એપ્રિલથી 16 એપ્રિલની વચ્ચે કોરોનાથી કુલ 7206 લોકો મૃત્યુ પામ્યા છે. આ અર્થમાં, એક અઠવાડિયામાં દરરોજ મૃત્યુ પામેલા કોરોના દર્દીઓની સરેરાશ સંખ્યા 1029 હતી, પરંતુ આ સપ્તાહમાં (3 એપ્રિલથી 9 એપ્રિલ) કુલ 4326 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ સંદર્ભે, પાછલા અઠવાડિયામાં દરરોજ કોરોના દર્દીઓના મૃત્યુની સરેરાશ સંખ્યા 618 હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.