આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું કે,યુકેથી ભારત પરત ફરેલા છ લોકોમાં, કોરોનાવાયરસનું, નવું સ્વરૂપ મળી આવ્યું

યુકેથી ભારત પરત ફરેલા છ જણામાં કોરોનાવાયરસનું નવું સ્વરૂપ મળી આવ્યું છે એમ આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું જણાવ્યુંકે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરન્યુરો સાયન્સીસ હૉસ્પિટલ, બેંગલુરુમાં ત્રણ સેમ્પલ્સ, સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મૉલેક્યુલર બાયોલોજી, હૈદ્રાબાદમાં બે સેમ્પલ્સ અને પૂણેની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજીમાં એક સેમ્પ્લમાં સાર્સ-કોવ-2નું બ્રિટિશ સ્વરૂપનું જિનોમ મળ્યું છે.

મંત્રાલયે કહ્યું કે સ્થિતિ કાળજીપૂર્વકની દેખરેખ હેઠળ છે અને સર્વેલન્સ વધારવા માટે રાજ્યોને નિયમિત સલાહ અપાઇ રહી છે. યુકેનું આ નવું સ્વરૂપ ડેન્માર્ક, નેધરલેન્ડ, ઑસ્ટ્રેલિયા, ઇટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબેનોન અને સિંગાપોરમાં જોવા મળ્યું છે.

અત્યાર સુધીમાં યુકેથી પાછા ફરેલા 114 ઉતારુ કોરોના પૉઝિટિવ જણાયા છે અને એમનાં સેમ્પલ્સ નવું સ્વરૂપ છે કે કેમ એ નક્કી કરવા જિનોમ સિકવન્સિંગ માટે લેબ્સમાં મોકલાયા છે. આમાંથી છમાં કોરોનાનું નવું બ્રિટિશ સ્વરૂપ મળ્યું છે. જિનોમ સિકવન્સિંગ 10 સરકારી લેબ્સ કરી રહી છે. યુકેનું આ નવું સ્વરૂપ 70% વધારે ચેપી હોવાનું મનાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.