પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને ભારતના લોકસભામાં પસાર થયેલા નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન પહેલાં જ જમ્મુ-કાશ્મીરની કલમ 370ને હટાવાનો વિરોધ કરી રહ્યો હતો. હવે વધુ એક નિર્ણયના વિરોધમાં ઉતરી ગયું છે. ઇમરાન ખાને ટ્વીટ કરીને મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાંધ્યું. ઇમરાન ખાને આરોપ મૂકયો કે આ બિલ બંને દેશોની વચ્ચે થયેલી સમજૂતીની વિરૂદ્ધ છે.
ભારતમાં લેવાયેલા નિર્ણયથી ઇરાન ખાનના પેટમાં તેલ રેડાયું. ઇમરાન ખાને ટ્વીટ કરી કે ભારતની લોકસભા દ્વારા જે નાગરિકતા બિલ પાસ કર્યું છે, તેનો અમે વિરોધ કરીએ છીએ. આ કાયદો પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય કરાર અને માનવાધિકાર કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના હિન્દુ રાષ્ટ્રનો એજન્ડા છે જેને હવે મોદી સરકાર લાગૂ કરી રહી છે.
આપને જણાવી દઇએ કે આની પહેલાં પાકિસ્તાન વિદેશ મંત્રાલયની તરફથી નિવેદન રજૂ કરીને બિલનો વિરોધ કરાયો હતો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહ્યું છે કે આ બિલ બંને દેશોની વચ્ચે તમામ દ્વિપક્ષીય કરારનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે અને ખાસ કરીને અલ્પસંખ્યકોના અધિકારો અને તેની સુરક્ષા માટે ચિંતાજનક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.