ભારતે વેક્સીન ફ્રેન્ડશીપના આઘારે 22.9 મિલિયન ડોઝ વહેંચ્યા છે.
કોરોનાની લડાઈમાં ગરીબ દેશોને લાખોની સંખ્યામાં વેક્સીનના ડોઝઆપવા માટે ભારતના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે. ભારતે પાડોશી દેશોને વેક્સીનનો સપ્લાય કર્યા બાદ હવે તે કેરેબિયાઈ દેશોને વેક્સીન આપી રહ્યું છે.
ભારત સરકારે હાલમાં પાડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાંર, સેશેલ્સ અને માલદીવને વેક્સીનનો સપ્લાય આપ્યો છે અને આ દેશોને વેક્સીન વેચી પણ છે. ભારતમાં બનેલી વેક્સીન અન્ય દેશોને ચીનની વેક્સીનની સરખામણીએ વિકલ્પ આપી રહી છે.
હવે આ દેશોને વેક્સીનના ડોઝ આપશે ભારત
ભારતે વેક્સીન ફ્રેન્ડશીપના આધારે 22.9 મિલિયન વેક્સીન ડોઝવહેંચ્યા છે. દેમાંથી 64.7 લાખ ડોઝ અનુદાનમાં આપ્યા છે. ભારતે ડોમિનિકાને 70 હજાર ડોઝ આપ્યા છે. આ સાથે 30,000 ડોઝ ગિફ્ટમાં આપ્યા છે. વેક્સીનના આ ડોઝ ડોમિનિકાી આબાદી માટે પૂરતા છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન માટે 2 લાખ ડોઝને ગિફ્ટ આપવાનો વાયદો કર્યો છે.
એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત દુનિયાના બેજોડ વેક્સીન નિર્માતા પોતાના પાડોશી દોસ્તો અને ગરીબ દેશોને કરોડોની સંખ્યામાં વેક્સીન આપી રહ્યું છે ભારતચીનને કાઉન્ટર કરવાની કોશિશ કરી રહ્યું છે. તેણે કોરોના વાયરસ વેક્સીનને વૈશ્વિક સંબંધોમાં કેન્દ્રમાં રાખી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.