ભારતને રસી બનાવવા માટે કાચો માલ મળે,તે અન્ય દેશોએ જોવું જોઈએ

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના પ્રમુખ ચિકિત્સા સલાહકાર ડો. ફૌર્સીએ કહ્યુ કે પોતાના લોકોનું રસીકરણ કરાવવું જ ભારતમાં હાજર કોરોના સંકટનો એક માત્ર લાંબા સમય માટેનો ઉકેલ છે. તેમણે આ જીવલેણ મહામારીથી લડવા માટે વૈશ્વિક અને ઘરેલુ બન્ને જગ્યાએ કોરોનાની રસીના ઉત્પાદનને મોટા પાયે વધારવાની સલાહ આપી છે.

ભારત દુનિયામાં સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે. તેમણે કહ્યું કે સંસાધન મળવા  જોઈએ. આ સંસાધન ન ફક્ત ડોમેસ્ટીક સ્તર પર મળવા જોઈએ. બલ્કે બહારથી પણ ઉપલબ્ધ થવા જોઈએ. આ જ કારણે છે કે અન્ય દેશોએ પણ જોવુ જોઈ હશે કે ભારતીયો પોતાની રસી બનાવવા માટે કાચો માલ મળે ને તેમને રસીની રાહત સામગ્રી આપવામાં આવે.

યુએસ નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીસના ડાયરેક્ટર રહી ચૂકેલા 80 વર્ષીય પ્રતિરક્ષા વિશેષજ્ઞ ડો. ફૌર્સીએ કહ્યુ કે રસીકરણ એક માત્ર રસ્તો છે. પરંતુ હાલના સંકટને પહોંચી વળવા માટે અન્ય રસ્તા પણ છે.

એક સવાલના જવાબમાં ડો. ફૌર્સીએ કહ્યુ છે ભારતને તાત્કાલીક તે પ્રકારના અસ્થાયી ફિલ્ડ હોસ્પિટલ નિર્માણની જરુર છે જે રીતે ચીને એક વર્ષ પહેલા કર્યુ હતુ. તમે લોકોને એક હોસ્પિટલ બેડ ન મળવા પર રસ્તા પર ન છોડી શકો

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.