મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથે કહ્યું છે કે ભારતની આર્થિક મંદી વિશે જેટલી ચર્ચા આજે દાવોસમાં છે એટલી તેમણે પહેલા ક્યારેય નથી સાંભળી. દાવોસમાં એક ખાનગી ચેનલ સાથે વાત કરતા કમલનાથે કહ્યું કે, “છેલ્લા ઘણા દશકોથી હું દાવોસ આવતો રહ્યો છું, પરંતુ મે ભારતની મંદી વિશે આટલી ચર્ચા પહેલા ક્યારેય નથી સાંભળી. હું જે લોકોને મળ્યો તમામ ભારતની કથળી રહેલી અર્થવ્યવસ્થા અને વધી રહેલા સામાજિક અસંતોષ વિશે વાત કરી રહ્યા હતા.”
વિશ્વ આર્થિક મંચ (WEF) સંમેલનની 50મી બેઠક સોમવારનાં એટલે કે 20 જાન્યુઆરીથી શરૂ થઈ અને આ 24 જાન્યુઆરી સુધી ચાલશે. સ્વિટ્ઝરલેન્ડનાં શહેર દાવોસમાં WEF સંમેલનમાં દુનિયાભરમાંથી 3 હજારથી વધારે પ્રતિનિધિ ભાગ લઇ રહ્યા છે. આ બેઠકમાં વિશ્વનાં મોટા ચહેરાઓ એક સ્ટેજ પર જોવા મળશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સ, જર્મનીનાં ચાન્સલર એન્જેલા મર્કેલ, અફઘાનિસ્તાનનાં અશરફ ગની અને પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન આ વાર્ષિક બેઠકમાં ભાગ લેશે. સ્ટિટઝરલેન્ડનાં દાવોસમાં ભારતીય પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ કેબિનેટ મંત્રી પિયૂષ ગોયલ કરી રહ્યા છે.
તેમના અને કમલનાથ ઉપરાંત કેન્દ્રિય રાજ્યમંત્રી મનસુખ લાલ માંડવિયા, કર્ણાટકનાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, પંજાબનાં નાણાં મંત્રી અને તેલંગાનાનાં સૂચના ટેકનોલોજી મંત્રી પણ ભાગ લઈ રહ્યા છે. મંત્રીઓ ઉપરાંત કેટલાક પ્રમુખ ઉદ્યોગપતિ, ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને સદ્નુર પણ આમાં સામેલ થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.