ભારત (India)એ 19 એપ્રિલ 1975ના રોજ સોવિયેત સંઘની સહાયતાથી પ્રથમ સ્વદેશી ઉપગ્રહ આર્યભટ્ટ (Aryabhata) અંતરિક્ષમાં સ્થાપિત કર્યો હતો.
દેશના પ્રથમ ઉપગ્રહનું નામ ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ આર્યભટ્ટ (Aryabhata)ના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આર્યભટ્ટ પ્રથમ વ્યક્તિ હતા જેમણે બીજગણિતનો હતો. સાથે જ તેમણે પાઈને સાચો માનીને તેનું મૂલ્ય 3.1416 કાઢ્યું હતું
ઇસરોના પૂર્વ ચેરમેન યુ આર રાવના જણાવ્યા મુજબ તેમની ટીમે સરકારને ત્રણ નામોનો પ્રસ્તાવ આપ્યો હતો. જેમાં આર્યભટ્ટ ટોચ પર હતું. સાથે જ લિસ્ટમાં મૈત્રી અને જવાહર પણ હતા.
ભારતમાં તે સમયે આ ઉપગ્રહના પ્રક્ષેપણની ટેક્નોલોજી નહોતી. જેમથી ભારતે સોવિયેત સંઘની મદદ લીધી અને આર્યભટ્ટનું પ્રક્ષેપણ રશિયાના અસ્તરખાન ઓબ્લાસ્ટની કેપૂસ્તિન યાર સાઈટથી કોસ્મોસ-3એમ પ્રક્ષેપણ યાં દ્વારા કરવામાં આવ્યું. આ માટે ભારત અને સોવિયેત સંઘ વચ્ચે વર્ષ 1972માં કરાર થયો હતો
આર્યભટ્ટ માટે કંટ્રોલરૂમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું નહોતું. આ અંગે ઇસરોના પૂર્વ ચેરમેન યુ.આર. રાવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મિશન દરમિયાન સેન્ટરમાં જગ્યા ઓછી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.