ભરૂચ-ડ્રીમ લેન્ડ પ્લાઝા શોપિંગ નો સ્લેબ ધરાસાઈ થતા દોડધામ,સદનસીબે કોઈ જાનહાની નહિ

ભરૂચ નગર પાલિકાની સામે આવેલા ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસે દિવસે જોખમી બની રહ્યું છે. શુક્રવારે રાતે શોપિંગનો રિલેક્સ ટોકીઝ તરફનો એક ભાગ તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી. દોઢ વર્ષમાં આ જોખમી શોપિંગનો સ્લેબ તૂટી પડવાની ત્રીજી ઘટના બની છે.જોકે સદનશીબે કોઈ જાનહાની કે ઇજા નોંધાઇ નથી.

ભરૂચ નગર પાલિકાની સામે આવેલ ડ્રિમલેન્ડ પ્લાઝા ખાતે પુનઃ એકવાર સ્લેબ તૂટી પડ્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ ઉપર નગર પાલિકાની સામે ડ્રિમ લેન્ડ શોપિંગનો કેટલોક હિસ્સો ગત વર્ષે કોરોના સમયે બે વખત ધસી પડ્યો હતો. જે ઘટનામાં તે સમયે દુકાનમાં કેટલા લોકો ફસાઇ ગયા હતા. ત્યાં ફરી એક વખત શોપિંગ સેન્ટરનો રિલેક્સ ટોકીઝ તરફનો કેટલો હિસ્સો ધસી જવા પામ્યો હતો. રાતે લોકો ખાણી પીણીની મજા માણી રહ્યા હતા ત્યારે જ ચહલપહલ વખતે આ ઘટના ઘટતા લોકોના જીવ પણ અઘ્ધર થઈ ગયા હતા.

જોકે સદનશીબે શોપિંગનો જાહેર માર્ગની અંદરનો તરફનો ભાગ ધસી પડવાની ઘટનામાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી. શોપિંગ સેન્ટરનો હિસ્સો ધસી પડતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવી કાટમાળને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

અગાઉ ગેલેરી ધરાશાયી થતા ત્રણ લોકો ફસાયા હતા ભરૂચ નગરપાલિકાની સામે આવેલી ડ્રિમલેન્ડ પ્લાઝાની ગેલેરીનો સ્લેબ ગત વર્ષે માત્ર 15 દિવસના ગાળામાં 2 વખત ધરાશય થયો હતો. અગાઉ ગેલેરી ધરાશાયી થતા ત્રણ લોકો ફસાયા હતા. જે ઘટના બાદ 15 દિવસમાં જ બીજી વખત ગેલેરીનો મુખ્ય ભાગ ધરાશય થતા કાટમાળ મુખ્ય રોડ પર પડ્યો હતો. જોકે સદનસીબે રાતના સમએ કરફ્યુ હોવાથી મોટી જાનહાની ટળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.