ભરૂચ ને.હા ૪૮ વડદલા નજીક અકસ્માત માં એક મહિલાનું મોત અન્ય એક ઘાયલ…

ભરૂચ-ને.હા ૪૮ પર વડદલા નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત અન્ય એક ઘાયલ

ભરૂચ જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતો ની ઘટનામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે,રોજ મ રોજ બનતી અકસ્માત ની ઘટનામાં કેટલાય લોકોઓ જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાય લોકો ઇજાગ્રસ્ત થતા હોવાથી સારવાર લેવા મજબુર બની રહ્યા છે,

ભરૂચ ના ઝાડેશ્વર ચોકડી થી નબીપુર પાલેજ સુધીનો હાઇવે નો માર્ગ જાણે કે અકસ્માત જોન બની રહ્યો છે, આજે સવારે ભરૂચ ના ને હા ૪૮ પર વડદલા નજીક એક ટ્રેલર નંબર DD01 A 9801 ના ચાલકે રસ્તે પસાર થતી એક મોટરસાયકલ ને અડફેટે લેતા મોટર સાયકલ પર સવાર એક મહિલા નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું તો અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને ૧૦૮ ની મદદ થી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,ઘટના અંગેની જાણ પોલીસ વિભાગ ને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ મૃતક ની લાશને પી એમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.