સુરતમાં બનેલી તક્ષશીલા અગ્નીકાંડ જેવી ઘટનાઓથી વિઘાથીઁઓને બચવા ભરુચની એક સ્કુલ દ્વારા આપવામાં આવી આ અનોખી ટ્રેનીંગ,જાણો વિગતે

સેફટી સોલ્જર દ્વારા જે.બી.મોદી.વિદ્યાલય માં એવેક્યૂશન મોકડ્રીલ નું આયોજન કરાયું

ભરુચ:સેફટી સોલ્જર ગુજરાત અને મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન,અમદાવાદ ના વિદ્યાર્થીઓ દ્વારા ભરૂચ સ્થિત જે.બી.મોદી વિદ્યાલય માં સુરક્ષા મિશન અંતર્ગત ફાયર સેફટી વિષે નિઃશુલ્ક શાળા સુરક્ષા તાલીમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ને અપાય, જેમાં શાળા માં કોય તાત્કાલિક અપદાઓ થી સુરક્ષિત બહાર કેવી રીતે નીકળવું તેની માટે પ્રેક્ટિસ મોકડ્રીલ નું પણ આયોજન કરાયું.શાળા માં વાગતો બેલ ને અલગ ટોન માં વગાડી વિદ્યાર્થીઓ ને ઇમેરજન્સી છે તેવું જાણ કરી મોકડ્રીલ યોજી. જેમાં વિદ્યાર્થીઓ ને અલગ અલગ ઇમેરજન્સી રસ્તા થી શાળા ની બહાર મોઢા પર ભીનો રૂમાલ મુકાવી ઝડપ થી બહાર કાઢયા અને મેદાન માં એસેમ્બલી પોઇન્ટ પર એકત્ર કરાયા ખાસ નોંધ એ છે. વિદ્યાર્થીઓ ને માત્ર સાડા ત્રણ મિનિટ માં સુરક્ષિત મેદાન માં ઇવેક્યુટ કરવામાં આવ્યા. શાળા ના આચાર્ય શ્રી મતી ફાલ્ગુનીબેન નાયક તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

મોકડ્રીલ કરવાનું મહત્વ

  • શાળા માં ફાયર કે શોર્ટ સર્કિટ ની ઘટના માં વિદ્યાર્થીઓ એ શું કરવું? તેની સમજ મળે અને અભ્યાસ થાય.
    -ઇમરજન્સી માં કયાં રસ્તે થી બહાર નીકળવું.
  • બહાર નીકળી મેદાન માં નક્કી કરેલ એસેમ્બલી પોઇન્ટ પર ભેગું થવું
  • આગ લાગે ત્યારે એક્સટિંગ્યુંશર નો ઉપયોગ કરવો તેની ચલાવવાની રીત ખબર પડે.
  • ધુમાડા થી બચવા ભીનો રૂમાલ મોઢા પર મૂકી બહાર નીકળવું તેનો પ્રેક્ટિકલ અભ્યાસ
  • ઘાયલ વિદ્યાર્થીઓ ને પ્રાથમિક સારવાર આપવી.અને વર્ષ માં બે વાર મોકડ્રીલ કરી તેમાં વધુ સારી રીતે કેરી શકાય જેની સમજ મળે કુદરતી અને માનવ સર્જિત અપદાઓ જેવા મહત્વ ની પરિસ્થિતિ માં વિદ્યાર્થીઓ પોતાના રક્ષણ માટે સક્ષમ બને તે જરૂરી છે.

શિક્ષકો અને આચાર્ય ની મોકડ્રીલ માં ભૂમિકા

  • ઇમેરજન્સી પ્લાન મુજબ ડ્રીલ કરવી.
  • ઇમેરજન્સી ઈલેકટ્રીક સપ્લાય બંધ કરવો.
  • શિક્ષકો ની મહત્વની જવાબદારી બાળકો ને યોગ્ય રીતે ઇમેરજન્સી ઍક્ષીટ થી બહાર કાઢવા.
  • ફાયર ક્યાં થઇ છે? કેવા પ્રકાર ની આગ છે. જેવી સાચી અને સચોટ માહિતી 101 પર ફોન દ્વારા ફાયર બ્રિગેડ ને પહોંચાડવી.
  • ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે નજીક ની હોસ્પિટલ સાથે કોમ્યુનિકેશન કરવું.
  • વાલી સાથે નો સંપર્ક,પોલીસ વિભાગ સાથે નો સંપર્ક જેવી મહત્વની જવાબદારી રહે છે.

સુરત ખાતે તક્ષશિલા માં આગ ની ઘટના બાદ બીજી વખત આવી ઘટના ન બને તે માટે ” સુરક્ષા મિશન” ની શરૂઆત કરવામાં આવી. મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ના વિદ્યાર્થીઓ અને સેફટી સોલ્જર ગુજરાત ના ભાઈઓ પ્રતીક ધોળકીયા જેઓ જી.એન.એફ.સી દહેજ ખાતે ફાયર વિભાગ માં ફરજ બજાવે છે. વિરલ પ્રજાપતિ જેઓ યુ.પી.એલ ઝઘડિયા ખાતે સેફટી ઓફિસર છે. અને આદિત્ય ઠાકર જેઓ પી.આઈ.ઈન્ડસટ્રી જંબુસર ખાતે સેફટી ઓફિસર છે. જેઓ એ અમદાવાદ ની સંસ્થા માંથી પોસ્ટ ડિપ્લોમા ઇન્ડસઁટ્રીઅલ સેફટી નો અભ્યાસ કર્યો છે. નોકરી સાથે સાથે આ નિઃશ્વાર્થ સામાજિક કાર્ય કરી રહ્યા છીએ,અત્યાર સુધી ૧૫૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ અને 5500 થી વધારે શિક્ષકો આ મિશન હેઠળ તાલીમ લઇ ચુક્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.