ગુજરાત કપાસ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર કરતાં પણ આગળ છે. ભારતમાં પ્રથમ નંબર પર હેક્ટરે વધું ઉત્પાદન અને ગાંસડી પેદા ગુજરાતના ખેડૂતોએ કરી છે.
2021ના ચોમાસામાં ખેડૂતો કપાસનું વાવેતર 25 ટકા સુધી ઘટાડશે. કારણ કે રાસાણિક ખાતરનો ભાવ એટલો બધો વધી ગયો છે કે જે ખેડૂતોને કપાસ ઉગાડવામાં હવે પરવડે તેમ નથી.
2010માં ગુલાબી ઇયળ દેખાયા બાદ બીટી કપાસમાં ગુજરાતના ખેડૂતો પરેશાન થઈ રહ્યાં છે. કપાસની ઉત્પાદકતા 600 કિલો આવે તો પણ હવે ખેડૂતોને તેમાંથી નફો મળવાનો નથી. કારણ કે કપાસનું ઉત્પાદન ખર્ચ વધી ગયું છે તેની સામે ઉત્પાદન ઘટી ગયું અને ભાવ પણ વધતાં નથી.
100 કિલોએ 5255થી 5550 ટેકાના ભાવ કેન્દ્ર સરકારે નક્કી કર્યા છે પણ ખેડૂતોને તે પરવડતા નથી. અમરેલીમાં ગુજરાતના 15 ટકા કપાસ પાકે છે. કપાસની સૌથી વધુ ઉત્પાદકતા સુરતમાં 1093 કિલો હેક્ટરે છે.
ગુજરાતના કપાસ વૈજ્ઞાનિક ડોક્ટર ઢોલરીયા માને છે કે ભારતમાં કપાસની બીટી રેકનોલોજીમાં હવે નવી ટેક્નોલાજી લાવવાની તાતી જરૂર છે. જો તેમ નહીં થાય તો કપાસનું ઉત્પાદન ખુબ ઘટી જશે. ખેડૂતો કપાસથી વિમુખ થઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.