ભાવનગર ભાજપના નેતાઓ દીવની જે હોટલમાં રંગરેલીયાં મનાવતા હતા તે હોટલને પોલીસે કરી સીલ…

ભાવનગર જિલ્લાના મહુવાના રાજકીય આગેવાનો દીવમાં રંગરેલિયા મહેફિલ મનાવતા રંગે હાથ ઝડપાતા ગુજરાતના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. રાજકીય આગેવાનો દીવ ખાતે આવેલી ઘ ટ્યૂલીપ હોટલમાં મહિલાઓ સાથે નગ્ન ડાન્સની મહેફિલ મનાવવા ગયા હતા. દિવ પોલીસે બાતમીના આધારે હોટેલ માં રેડ કરતા 10 પુરુષ, 8 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર પણ ઝડપી પાડ્યો હતો. ત્યારે આખરે દીવ પ્રશાસન એ હોટલ ધ તુલીપને સીલ માર્યું. ઘટનાના બે ત્રણ દિવસ બાદ હોટલ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

હોટલના રૂમમાં નેતાઓનો નગ્ન ડાન્સ

દીવની હોટેલમાં યુવતીઓ પાસે નગ્ન ડાન્સની પાર્ટી કરતા હોવાની દીવ પોલીસને બાતમી મળતા રેડ કરી હતી. જેમાં મહુવાના ત્રણ રાજકીય આગેવાનો અને એક pgvcl નો કર્મચારી પણ ઝડપાયો છે. આ ઉપરાંત જેસરના સરપંચ રાજાભાઈ ઝાલા પણ રંગરેલીયા મનાવતા ઝડપાયા. ભાજપના ઉપ પ્રમુખ અને પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન હિમતભાઈ ચકુરભાઈ મકવાણા પણ રંગરેલીયામાં ઝડપાયા છે. આ ઉપરાંત ઓથા ખાતે PGVCL ના કોન્ટ્રાકટર હિતેસભાઇ જીંજાળા પણ ઝડપાયો છે. દીવ પોલીસે તમામ પાસેથી દારૂ અને બિયર પણ જપ્ત કર્યો છે. દીવમાં આવેલ હોટલ માં દારૂ અને નગ્ન ડાન્સની પરમિશન ના હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.

હોટેલમાંથી કોણ કોણ ઝડપાયું

સિકંદર સલિમભાઈ કુરેશી (રહે.રાબેરી રોડ, દીવ) 

મુકેશ અમરસિંઘ સોલંકી (રહે. મચ્છીવાડા, દીવ) 

મનોજ શામજીભાઈ કાપડિયા (રહે. બેડીપરા, રણછોડનગર, રાજકોટ) 

ઈરફાન હરિફભાઈ શેખ (રહે.રૈયાધાર,શાંતિનગર ચોક, રાજકોટ)

કિરણ લિંબાભાઈ રાઠોડ(રહે.શાંતિનગર,મહુવા,જિ.ભાવનગર) 

અરૂણ રેવાશંકર જોષી (રહે.નેસવડ, તા.મહુવા, જિ.ભાવનગર) 

રાજા નાગજીભાઈ ઝાલા (રહે.ગાયના ગોંદરા પાસે, જેસર, જિ.ભાવનગર) 

અકિલ અનિશહુસૈન નકવી(રહે.ભાદ્રોડ ગેટ,મહુવા, જિ.ભાવનગર) 

ભાવેશ અકાભાઈ પરમાર(રહે.ભાદ્રોડ, મહુવા,જિ.ભાવનગર) 

હિંમત ચકરભાઈ મકવાણા (રહે.કુંભારવાડા, મહુવા, જિ.ભાવનગર) 

હિતેષ વલ્લભભાઈ આહીર (રહે.ઓથા, મહુવા, જિ.ભાવનગર) 

કેવી રીતે ત્રાટકી પોલીસ

પોલીસને માહિતી મળી હતી કે, દીવની હોટેલ તુલિપમાં ગેરકાયદે પાર્ટી ચાલતી હતી. તેથી એક ટીમ બનાવી હોટેલમાં રેડ કરવામાં આવી હતી. રેડમાં 8 મહિલા એક ટ્રાન્સજેન્ડર સહિત કુલ 9 લોકો હતા. પૂછપરછ કરાઈ તો માલૂમ પડ્યું કે આ માટે કોઈપણ પ્રકારની પરમિશન લેવાઈ ન હતી. સાથે જ તેમની પાસેથી નકલી રૂપિયા અને આલ્કોહોલ પણ મળ્યા છે. કાયદેસરની કાર્યવાહી કરી છે.

ડાન્સર્સ પર રૂપિયાનો વરસાદ, પોલીસે રંગમાં ભંગ પાડયો

હોટેલ તુલિપમાં ગેરકાયદે અશ્લિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસ કાફલાએ દરોડો પાડતાં હોટેલમાં ડીજેના મોટા અવાજ સાથે ચાલતાં નાચગાન-પાર્ટીમાં આશરે આઠ મહિલાઓ દ્વારા અશ્લિલ નૃત્ય પ્રદર્શન પીરસતી હતી. અને 10થી વધુ પુરૂષો તેમના પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા. જો કે,પોલીસને જોઈ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી.

દીવની હોટલ સીલ

આખરે આજે દીવ પ્રશાસને હોટલ ધ તુલીપને સીલ મારી છે. ઘટનાના બે ત્રણ દિવસ બાદ હોટલ પર કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ગત 6/9/24 ના રોજ રાત્રે હોટલ ધ તુલીપ પર દીવ પોલીસ દ્વારા અચાનક રેડ પાડવામાં આવી હતી. જેમાં ગુજરાત ના અનેક નેતાઓ રંગરેલીયા કરતા રંગે હાથે ઝડપી પાડયા હતા, અને તેમના પર પોલીસ દ્વારા કાર્યવાહી કરી આઠ મહિલાઓ અને 10 પુરુષો અને એક ટ્રાન્સજેન્ડરને પકડવામાં આવ્યા હતા. જેમાથી 11 લોકો પર એફઆઈઆર કરવામા આવી હતી જ્યારે હોટલ પર કે તેમના માલિક પર કોઈ કાર્યવાહી થઈ ના હતી. ત્રણ દિવસ બાદ દીવ સહિત ગુજરાત મા આ ઘટના સોશિયલ મીડિયા વાયરલ થતા આજે દીવ પ્રશાસન એ હોટલ ધ તુલિપને આખરે સીલ કરી તાળા માર્યા હતા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.