SIIએ 1 અબજ ડોલરનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો,ભવિષ્યમાં સીરમ યૂકેમાં રસી બનાવી શકે છે

કોરોનાની રસીના ઉત્પાદન પર કામ કરવા માટે ધનની અછત હોવા છતા પણ છેલ્લી ઘડીએ SIIના સીઈઓ અદાર પૂનાવાલાએ હાથ પાછા ખેંચી લીધા હતા. કંપની સાથે જોડાયેલા લોકોએ આની જાણકારી આપી.

પુનાવાલા પરિવારની માલિકીની ફર્મ ગત વર્ષ ઓક્ટોબરમાં છેલ્લી મિનિટ પર ખાનગી ફર્મ ઈક્વિટી ફર્મ ટીપીજી કેપિટલ, અબૂ ધાબીની એજડીક્યૂ અને સાઉદી અરબની પબ્લિક ઈનવેસ્ટમેન્ટ ફંડ (પીઆઈએફ)ના એક મદદગાર સંઘ તરફી આપવામાં આવેલી 1 અબજ ડોલરનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. જાણકારી આરનારા બન્ને લોકોના જણાવ્યાનુસાર આ સમજૂતિને રદ્દ કર્યા બાદ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરપતી કંપનીમાં  ફંડની મદદ કરવામાં આવી હતી.

એસઆઈઆઈએ કોવિડ રસી વિકસિત કરવા માટે એસ્ટ્રાજેનેકા અને નોવાવેક્સ સહિત 5 આંતરરાષ્ટ્રીય દવા કંપનીઓની સાથે ભાગીદારી કરી છે અને એક અબજ ડોઝનું ઉત્પાદન કરવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે. જેમાં તેણે ભારતને અડધો ભાગ આપ્યો છે. જો કે બાદમાં પૂનાવાલાએ વિચાર બદલી નાંખ્યો અને ઈક્વિટી ફર્મમાંથી ફંડ લેવાથી ઈન્કાર કરી દીધો.

બ્રિટનના પીએમ બોરિસ જોનસને સોમવારે આની જાણકારી આપી છે કે ભવિષ્યમાં સીરમ યૂકેમાં રસી બનાવી શકે છે.  પીએમ જોનસનના કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યુ કે 240 મિલિયન પાઉન્ડ (2460 કરોડ રુપિયા)નો પ્રોજેક્ટમાં ક્લિનિકલ ટ્રાયલ, રિસર્ચ અને શક્ય છે કે રસી નિર્માણ પણ સામેલ થઈ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.