ભાવનગરના સુભાષનગરમાં રહેતા ઉમેશભાઈ ચોહાણ તેમજ પુજનભાઈ રાઠોડને પૈસાની લેતીદેતી મામલે અજાણ્યા શખ્સો દ્વારા માર માર્યો હતો. જેમા ઉમેશભાઈ નુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.અને બનાવની જાણ થતાં એએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં ગત મોડીરાત્રે પૈસાની લેતી દેતી બાબતે ઉમેશભાઈ રાઠોડ અને પૂજન રાઠોડ પર સુભાષનગર વર્ષા સોસાયટી, આવાસ યોજના સામે છરી, તલવાર અને ધોકા વડે હુમલો થયો હતો. અને જેમાં ઉમેશભાઈ ચૌહાણનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પૂજન રાઠોડ ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસને થતાં પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હત્યા પૈસાની લેતી દેતી બાબતે થઈ છે.અને આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. મળતી વિગતો પ્રમાણે મૃતક ઉમેશે હાલ માં જ 10માં ધોરણ ની પરીક્ષા આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.