ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનને ધોળા જં. સ્ટોપેજ નહીં અપાતા અન્યાય .

તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા જાહેરાત કરાયેલી ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનને ધોળા (જં.) ખાતે સ્ટોપેજ નહીં ફાળવાતા ઉમરાળા અને ઢસા સહિતની હજારોથી વધુ જનસંખ્યાને અન્યાય થઇ રહયો છે. જો ધોળા (જંકશન) આ ટ્રેનનું સ્ટોપજ ફાળવાય તો ખાસ કરીને ઉમરાળા અને વલભીપુર તાલુકાના લોકોને આ સુવિધાનો લાભ મળી શકે તેમ છે. એક તો વિલંબથી ટ્રેન ચાલુ થઇ છે તેમાં જે સ્ટોપજ ફાળવાયા તેમાં ધોળા જંકશન ખાતે હોલ્ટ નહીં આપીને ઉમરાળા,વલભીપુર, ઢસા પંથકના લોકોને ભારે અન્યાય થઇ રહયો છે.ભાવનગરથી ઉપડતી આ ટ્રેનને ભાવનગર પરા,સિહોર,બોટાદ,ધોળકા,ધંધુકા,સરખેજ,વસ્ત્રાપુર,ગાંધીગ્રામ સ્ટોપ અપાયો છે પણ બે તાલુકા વલભીપુર અને ઉમરાળા તાલુકાના અનેક ગામોને ઉપયોગી આ ટ્રેનને ધોળા જંકશન જેવા મોટા સ્ટેશનને સ્ટોપ કેમ ન અપાયુ તેવુ લોકો કહી રહયાં છે. ખરેખર તો રેલવે તંત્રએ આવતા મોટા ધોળા જં.ને સ્ટોપેજ નહીં આપીને આ વિસ્તારની જનતાને અન્યાય કરાયો છે તેવી લોકો લાગણી અનુભવી રહયા છે અને રેલવે તંત્ર સામે રોષ વ્યકત કરી રહયાં છે. ભાવનગર અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન સોનગઢ સ્ટેશનને પણ ઉભી રહેવી જોઇએ તેમ મોઢેશ્વરી યુવક મંડળના રમેશચંદ્ર શાંતીલાલ પારેખે માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.