કોરોનાના કારણે છેલ્લા છ દિવસથી સમગ્ર દેશ અને આઠ દિવસથી ગુજરાત લોકડાઉન હોવા છતાં તેનો હાઉ હજુ પણ ઓછો થતો નથી. રોજબરોજ કોરોનાની સંખ્યા વધી રહી છે અને ગુજરાતમાં તો મૃત્યુંઆંક પણ વધી રહ્યો છે. ભાવનગરના જેસરની 45 વર્ષીય મહિલાનું આજે કોરોનાની સારવાર દરમિયાન મોત થઇ ગયું હતું. આ સાથે જ ભાવનગરમાં બીજુ અને ગુજરાતમાં છઠ્ઠુ મોત નોંધાયું છે. ગુજરાત સરકાર અગાઉથી સતર્ક હતી અને અગમચેતીના તમામ પગલાઓ લેવામાં આવ્યા હોવા છતાં હવે કોરોના ધીરે ધીરે બેકાબૂ બની રહ્યો હોય તેવું ચિત્ર ઉભું થઇ રહ્યું છે. કારણ કે, કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા અને મોતનો આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે.30 માર્ચના રોજ ગુજરાતની સ્થિતિ પર નજર કરીએ તો અમદાવાદામં કોરોનાના કુલ 23 કેસ નોંધાય છે જેમાં 3નાં મોત થયાં છે અને એક કેસ સારો થયો છે. ગાંધીનગરમાં પોઝિટિવ કોરોનાના 9 કેસ નોંધાયા છે. સુરતમાં 8 કેસ છે જેમાં 1નું મોત થયું છે જ્યારે એક દર્દીને સારવાર પછી રજા આપવામાં આવી છે. વડોદરામાં કોરોનાના કુલ 9 પોઝિટિવ કેસ છે, ભાવનગરમાં કોરોનાનાં 6 પોઝિટિવ કેસ છે અને બેનાં મોત થયા છે, રાજકોટમાં કોરોનાના 9 પોઝિટિવ કેસ છે. કચ્છ, પોરબંદર અને મહેસાણામાં 1 – 1 પોઝિટિવ કેસ છે જ્યારે ગીરસોમનાથમાં આ વાયરસના 2 પોઝિટિવ કેસ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.