ભાવનગરમાં ખુદ માસ્ક ન પહેરનાર પોલીસકર્મી સામાન્ય લોકોને દંડ ફટકાતો જોવા મળ્યા હતા. આ વીડિયો નારી ચોકડી પાસેનો છે જેમાં ASI કક્ષાનો પોલીસકર્મી માસ્ક ન પહેરનારા લોકોને 500 રૂપિયાનો દંડ ફટકારી રહ્યો હતો. જેમાંથી કેટલાક જાગૃત નાગરિકોએ તેને સવાલ કર્યો હતો કે સામાન્ય પ્રજા માટે કાયદો છે અને પોલીસ અધિકારીઓ માટે નથી? જેના જવાબમાં પોલીસકર્મી કલેક્ટરને પૂછવા જવાનું જણાવી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે ફક્ત સામાન્ય પ્રજા જ શા માટે પીસાઈ રહી છે? નેતાઓ, અધિકારીઓ અને પોલીસકર્મીઓને કેમ કાયદો લાગુ પાડવામાં નથી આવતો?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.