છેલ્લા કેટલાક દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદે નેશનલ હાઈવે ધોઈ નાખ્યો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર દોઢથી બે ફુટ ઊંડા ખાડા પડી ગયા છે. જેના પગલે નેશનલ હાઈવે પર આવતા જતા વાહનવ્યવહારની ગતી ધીમી પડી ગઈ છે. નેશનલ હાઈવે માટેના તમામ માપદંડોને કોરાણે મૂકીને નબળી ગુણવત્તાના બનેલા નેશનલ ધોવાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે. તો સરસ્વતી નદી ઉપરના પૂલમાં પડેલા 2 ફુટના ખાડાથી વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. નેશનલ હાઈવે પરના પુલ ઉપર રોડ ધોવાઈ જવાથી પડેલા ખાડામાં એક ટ્ર્ક ફસાઈ હતી જેના કારણે પ્રાચીથી ગોરખમણી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.