કુટુંબના સ્પોર્ટ્સ વારસાને સાત સમંદર પાર પણ પ્રચલિત બનાવ્યુફૂટબોલમાં વિદેશી ધરતી પર ઇન્ડીયન કોચ તરીકે પ્રથમ ખેલાડીપોતાના પરિવારના સ્પોર્ટ્સ વારસાને સાત સમંદર પાર પ્રચલિત બનાવી અને ભાવનગરના એક યુવા ફૂટબોલ ખેલાડી વિદેશી કલબના હેડ કોચ જેવા પ્રતિષ્ઠિત પદ સુધી પહોંચી ગયો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા એક દાયકામાં ફૂટબોલની રમત ખૂબ જ જડપથી વિકસી છે. સ્ટેટ લેવલની ટુર્નામેન્ટોમાં ભાવનગરના ખેલાડીઓ શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે, તથા ગુજરાત સ્ટેટ ફૂટબોલ ફેડરેશનના સેક્રેટરી પણ ભાવનગરના છે.
ગૌરવ:ભાવનગરનો યુવા ફૂટબોલર ક્ષિતિજ બન્યો ન્યૂઝિલેન્ડ કલબ ટીમનો કોચ ! ભાવનગર8 કલાક પહેલા કુટુંબના સ્પોર્ટ્સ વારસાને સાત સમંદર પાર પણ પ્રચલિત બનાવ્યુ ફૂટબોલમાં વિદેશી ધરતી પર ઇન્ડીયન કોચ તરીકે પ્રથમ ખેલાડી પોતાના પરિવારના સ્પોર્ટ્સ વારસાને સાત સમંદર પાર પ્રચલિત બનાવી અને ભાવનગરના એક યુવા ફૂટબોલ ખેલાડી વિદેશી કલબના હેડ કોચ જેવા પ્રતિષ્ઠિત પદ સુધી પહોંચી ગયો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા એક દાયકામાં ફૂટબોલની રમત ખૂબ જ જડપથી વિકસી છે.
સ્ટેટ લેવલની ટુર્નામેન્ટોમાં ભાવનગરના ખેલાડીઓ શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે, તથા ગુજરાત સ્ટેટ ફૂટબોલ ફેડરેશનના સેક્રેટરી પણ ભાવનગરના છે. ક્ષતિજ અશોકભાઇ ગોહેલ ભાવનગરમાં ફૂટબોલની રમતમાં પગરવ કર્યા હતા. અને 11 વર્ષની ઉંમરે તેઓએ સ્વપ્ન સેવ્યુ હતુકે, મારા દેશનું નામ રોશન કરવું છે. ભાવનગરના સ્ટ્રાઇકર ખેલાડી સ્ટેટ લેવલની અનેક મેચમાં મેન ઓફ ધ મેચના એવોર્ડ જીતી ચૂક્યા છે. અને ઓરિસ્સા ખાતે નેશનલ જૂનિયર ફૂટબોલ ટુર્નામેન્ટ રમી અને લોકચાહના મેળવી હતી. પરંતુ તેઓનું સપનું હતુ વર્લ્ડક્લાસ કોચ બનાવાનું. અને તેઓ પહોંચી ગયા ન્યૂઝિલેન્ડમાં. ન્યૂઝિલેન્ડની યુનિટેક યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કોચિંગમાં સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો. અહીંથી ક્ષિતિજ અટક્યા નહીં અને તેઓએ ન્યૂઝિલેન્ડ ગવર્નમેન્ટ દ્વારા લેવાતી કઠીન પરીક્ષ પાસ કરી અને જૂનિયર લેવલ 1, 2 અને 3 એમ ત્રણ પરિક્ષાઓ પાસ કરી ખળભળાટ મચાવી દીધો હતો.
તેઓની પ્રતિભાને પારખી અને ન્યૂઝિલેન્ડની અગ્રગણ્ય ફૂટબોલ કલબ પેપમઉઆ કલબના હેડ કોચ બનાવવામાં આવ્યા છે. હાલ ક્ષિતિજ આ કલબમાં કોચિંગ આપી રહ્યા છે અને સી-બી-એ ફૂટબોલ લાયસન્સ માટે તૈયારીઓ કરી રહ્યા છે. ક્ષિતિજના પિતા અશોકભાઇ ગોહેલ સામવેદ સ્કૂલના ટ્રસ્ટી છે અને બાસ્કેટબોલના નેશનલ ખેલાડી રહી ચૂક્યા છે. આ ક્ષિતિજે કુટુંબના સ્પોર્ટ્સ વારસાને આગળ ધપાવ્યો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ અેસોસિએશનના સેક્રેટરી મુળરાજસિંહ ચૂડાસમાના જણાવ્યા પ્રમાણે, ક્ષિતિજ ગોહેલ નાનપણથી જ અથાગ મહેનત કરવા ટેવાયેલો છે, અને ફૂટબોલની રમતમાં તે કાંઇક કરી શકશે તે લાગતુ હતુ. તેનામાં ફૂટબોલની તમામ પ્રતિભા મોજુદ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.