સરકારી ચોપડે ભાવનગરમાં, સરકારી ચોપડે કોરોનાથી,એકપણ મૃત્યુ નહીં

અમદાવાદ સુરત જેવા શહેરોમાં સ્મશાનોમાં લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે ત્યારે ભાવનગરમાં પણ કોરોનાનો કહેર એવો તૂટયો છે કે સ્મશાનોમાં કોવિડ પ્રોટોકોલ અનુસાર 34 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

મૃતદેહો માટે વેઈટિંગ લીસ્ટ જાહેર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભાવનગરમાં કોરોનાથી થતા મૃત્યુઆંકમાં ખેલ થયો હોય તેવું દેખાઈ રહ્યું છે.

ભાવનગરમાં કોવિડ પ્રોટોકોલ અનુસાર 34 લોકોની અંતિમ વિધિ કરવામાં આવી છે પરંતુ તંત્રને લોકોની જગ્યાએ જાણે આંકડાઓની ચિંતા હોય તેવું દેખાઈ રહ્યું છે. તંત્ર દ્વારા કોરોના વાયરસથી થતી મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

ભાવનગર શહેરમાં કોરોના ખોફ વધી રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો ફુલ થવા આવી છે તેવા સમયે ભાવનગરમાં 240 બેડની એક કોવિડ હોસ્પિટલ શરૂ કરવા તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ભાવનગરની સિવિલ હોસ્પિટલ અને 18  ખાનગી હોસ્પિટલમા કુલ 800 થી વધુ એક્ટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 5469 કેસ નોંધાયા છે અને 2976 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,15,127 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 54 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4800 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.