ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં કોરોનાનો કાળો કહેર કહેર જોવા મળ્યો છે 13 હજારની વસ્તી ધરાવતા આ ચોગઠ ગામમાં છેલ્લા 20 દિવસમાં લગભગ 90થી વધુ લોકોનાં મોત થયા છે. છેલ્લા 20 દિવસથી સ્મશાનની આગ ઓલાય નથી અને યુવાનો અને વૃદ્ધો અકાળે મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. સરકારી તંત્ર કોઈપણ સુવિધા પુરી પાડવામાં ઉણું ઉતર્યું .
પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ ગ્રામ્ય વિસ્તારોમાં રેપીડ ટેસ્ટ કીટ, દવાઓ, રિપોર્ટ કે ઓક્સિજનની એકપણ સુવિધા હોતી નથી. ત્યારે બીજી તરફ ચોગઠ ગામનાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ગામના છેલ્લા 20 દિવસમાં લગભગ 90 થી 100 અંતિમ સંસ્કારો કરવામાં આવ્યા છે અને એક પણ દિવસ આ સ્મશાનની આગ શાંત થઈ નથી
ચોગઠ ગામનાં સ્મશાનમાં લાકડા પણ ખૂટી ગયા જે લાકડાઓ સ્મશાનમાં એકવર્ષ સુધી ચલતા હતા તે છેલ્લા 15 થી 20 દિવસમાં ખુંટી પડ્યા એટલાં બધા મોતથી આ ગામમાં ફફડાટ અને ડર ફેલાય ગયો છે. સુમસાન શેરીઓમાં સાક્ષાત યમરાજ આંટાફેરા મારી રહ્યા હોય હોય આભાસ થઈ રહ્યો છે.
કદાચ સમગ્ર ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ આ મોતનો આંકડો સૌથી વધારે છે અને કૂદકે ભૂસકે વધી રહ્યો છે. દરરોજ 7-8મોત થઈ ગામમાં મરશિયાનું આક્રંદ છેલ્લા ૨૫ દિવસથી શાંત થયુ નથી. કોરોનાનાં ભયનાં ઓથાર નીચે ગ્રામલોકો ની ઊંઘ હરામ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.