ભાવનગરની APPL કંપનીએ,અમરેલીની સિવિલ હોસ્પિટલમાં એક મેટ્રિકટન ક્ષમતાની, ઑક્સિજન ટેન્ક આપી છે

મહામારીના આ કાળમાં માનવતા મહેકી હોય એવા અનેક કિસ્સા જોવા મળ્યા છે. કોઈએ સ્વખર્ચે કોઈની ઉદરતૃપ્તિ કરી છે તો કોઈ દિવસ રાત જોયા વગર ઑક્સિજનની વ્યવસ્થા કરવા દોડ્યા છે.

ભાવનગરની APPL કંપનીએ અમરેલીની સિવિલ હોસ્પિટલમાં એક મેટ્રિકટન ક્ષમતાની ઑક્સિજન ટેન્ક આપી છે. સામાન્ય અને ગરીબ માણસોના જીવ બચાવવા માટે આ રીતે હવે કંપનીઓ આગળ આવી રહી છે. આ કંપનીઓ પોતાનો એક પ્લાન્ટ બંધ કરી આ ટેન્ક પહોંચાડી છે. અમરેલીના ધારાસભ્ય તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ કામમાં સહભાગી થઈને ઑક્સિજનના સિલિન્ડરનું વિતરણ કર્યું હતું.

અમરેલીના ધારાસભ્ય તથા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાવનગરની કંપનીની મદદથી અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કૉલેજ સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં ઑક્સિજનની એક મેટ્રિક ટનની ટેન્ક આપી છે. આ ટેન્ક બે દિવસમાં કાર્યરત થઈ જશે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.