ભવ્ય દીપોત્સવથી ઝળહળી રામનગરી અયોધ્યા, 5.51 લાખ દિવા થયાં પ્રજ્વલિત

અયોધ્યા ભવ્ય દિપોત્સવની શરૂઆત થઈ ચુકી છે. 492 વર્ષ બાદ આજે રામજન્મભૂમિ પર ભવ્ય દિપોત્સનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ત્રણ દિવસીય આ કાર્યક્રમ હેઠળ રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા છે. દિપાવલીના અવસરે અયોધ્યામાં રામલીલા પણ થઈ રહી છે.

અયોધ્યામાં આજે પહેલીવાર રામલ્લા મંદિરમાં 11 હજાર દીપ પ્રગટાવાવમાં આવ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે જન્મભૂમિ ખાતે રામલલાની પૂજા અર્ચના કરી. યોગી અને પટેલ દ્વારા રામ કી પૈડી પર દીપોત્સવની શરૂઆત થઈ છે. સરયૂના 24 ઘાટોને છ લાખ દીવાથી સજાવાયા છે.

આ તકે યોગી આદિત્યનાથે કહ્યું કે, ભગવાન રામનું મંદિર બનવાની રાહ જોવામાં દુનિયાભરના ભક્તોની પેઢીઓ જતી રહી. ભક્તોનું આ સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે પૂરું થયું. આજે પાંચ સદીનો સંકલ્પ પૂર્ણ થતો જોઈ રહ્યા છીએ.

તેમણે જણાવ્યું કે, અમે ન માત્ર રામની પૌડીને અવિરલ નિર્મળ બનાવી છે પરંતુ તેનો વિસ્તાર પણ કર્યો છે. આ વર્ષે 5.51 લાખ દિપક પ્રજ્વલિત થયાં છે. આગામી વર્ષે આ સંખ્યા 7.51 લાખ થશે.

યોગી આદિત્યનાથે કહ્યું કે રામના કામમાં કોઈની સાથે અન્યાય નથી થયો બધા માટે ન્યાય છે. કોરોનાનો ખતરો ના હોત તો આ કાર્યક્રમ વધારે વિશાળ હોત. રામાયણ સર્કિટની પરિકલ્પનાને સાકાર કરી આપણે વૈશ્વિક સ્તરે તેને પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત કરી રહ્યાં છીએ. આપણે શ્રદ્ધાળુંની શ્રદ્ધાનું પણ સમ્માન કરીશું અને પર્યટકોને ભારતની પ્રાચીન પરંપરા સાથે જોડવાનું કામ કરીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.