ભયંકર મંદીમાં પણ અમિત શાહના દીકરાની સંપત્તિમાં હજારો ટકાનો ધરખમ વધારો

અચ્છે દિન જનતાનાં તો ન આવ્યા પરંતુ અમિત શાહના પુત્ર જય શાહ ના જરૂર આવ્યા. સૌનો સાથ સૌનો વિકાસ થાય કે નહી પરંતુ અમિત શાહના દીકરા જયનો વિકાસ પુરઝડપે થઈ રહ્યો છે, જય શાહનો ધંધો વિકસી રહ્યો છે,  તેની ધંધાકીય પેઢીના મૂલ્યમાં જબરદસ્ત વધારો થયો છે, કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તેની વેબસાઈટ ઉપર અપલોડ કરાયેલી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો વ્યવસાય વિકસી રહ્યો છે. જય અમિત શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ એલએલપી દ્વારા મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવ્યાં મુજબ જય શાહ સંસ્થામાં નિયુક્ત કરાયેલા ભાગીદાર છે અને તેમનું સ્થાન કંપનીના ડિરેકટરની સમકક્ષનું છે.

આ ગંભીર ખુલાસો કારવા વેબસાઈટના એક અહેવાલ દ્વારા થયો છે. તેની સંપૂર્ણ વિગતો અહીં જેમની તેમ રજૂ કરવામાં આવી છે. કેન્દ્રમાં જ્યારથી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપની સરકાર સત્તામાં આવી છે ત્યારથી એટલે કે, વર્ષ 2015થી 2019 સુધીમાં જય શાહની પેઢી કુસુમ ફિનસર્વની કુલ સંપત્તિ 24.61 કરોડ રૂપિયા વધી છે. તેની ચોખ્ખી નિશ્ચિત સંપત્તિમાં રૂ. 22.73 કરોડનો વધારો થયો છે, તેની વર્તમાન સંપત્તિમાં રૂ. 33.05 કરોડનો વધારો થયો છે અને કુલ આવકમાં રૂ. 116.37 કરોડનો વધારો થયો છે. જય શાહનો સિતારો ઓક્ટોબરના મધ્યમાં ચમકી ઉઠ્યો છે, તે ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સંસ્થા ક્રિકેટનું રાષ્ટ્રીય સ્તરે સંચાલન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.