ભડકેલા ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિને પત્ર લખીને કહ્યું- મૂર્ખ ના બનો, નહીં તો તૈયાર રહો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિને રજબ તૈયબ અર્દોઆનને એક પત્ર લખીને ચેતવણી આપી છે. ટ્રમ્પે પત્રમાં લખ્યું છે કે ‘મુર્ખ ના  બનો, ભાનમાં આવી જાવ.. નહીંતો કાર્યવાહીને લઇને તૈયાર રહો’. ટ્રમ્પ દ્વારા આ પત્ર ત્યારે લખવામાં આવ્યો છે જ્યારે બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફોન કરીને અર્દોગનને સીરીયા સંઘર્ષના નિરાકરણની સુચના આપી. આ સાથે અર્દોગનને મોસ્કો આવવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતના પત્રમાં લખ્યું છે કે સરમુખત્યારની જેમ કઠોર બનાવાનો પ્રયત્ન ન કરો, નહીં તો બરબાદ થઇ જશો. અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તમે તમારો લક્ષ્ય માનવતાની રીતે પ્રાપ્ત કરો. નહીં તો દુનિયા ઇતિહાસમાં તમને શૈતાન તરીકે યાદ કરશે. કઠોર અને જટિલ માણસ ન બનો, મુર્ખ ના બનો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રમાં લખ્યું છે કે હું આ અંગે ટેલિફોનિક વાત પણ કરીશ.

તુર્કીને સારી ડીલની ટ્રમ્પે આપી ઓફર

તુર્કીની અર્થવ્યવસ્થાને બરબાદવાળા નિવેદન પર ટ્રમ્પે કહ્યું કે ચાલો એક સારી ડીલ કરીએ. તમે હજારો લોકોના હત્યાકાંડના જવાબદાર નહી થવા માગતા અને હું તુર્કીની અર્થવ્યવસ્થા બરબાદ થવાને લઇને જવાબદાર થવા ઇચ્છતો નથી. જનરલ મજલૂમ તમારી સાથે વાતચીત કરવા ઇચ્છે છે. તેઓ છૂટછાટ આપવા પણ તૈયાર છે. તમે દુનિયાને નિરાશન કરશો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆનને સીરિયામાં કુર્દ વિદ્રોહી વિરુધ્ધ અભિયાન ચલાવવાની મંજૂરી આપવાની વાતનો ઇન્કાર કર્યો છે. ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિ અર્દોઆનના નિર્ણયે મને ચોંકાવી દીધો નથી, કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી આમ કરવા ઇચ્છતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.