દ્રવિડ વિદુથલઈ કષગમ (DVK)એ શુક્રવારે સુપરસ્ટાર રજનીકાંત પર સમાજ સુધારક પેરિયાર દ્વારા 1971માં કરવામાં આવેલી રેલીને લઈ તદ્દન ખોટું બોલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ગૃપે માફી માગવાની અને એના વિરોધમાં કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમજ પોલીસમાં ફરિયાદ લખાવી છે.
એક નિવેદનમાં ડીવીકે પ્રમુખ કોલાથુર મણિએ આરોપ લગાવ્યો છે કે, અભિનેતાએ ખોટું બોલ્યું હતું કે 1971ની અંધશ્રદ્ધા નાબૂદી સંમેલનમાં, ભગવાન રામ અને સીતાની નગ્ન તસવીરો બતાવવામાં આવી હતી. સંગઠને કહ્યું કે, અભિનેતાએ 14 જાન્યુઆરીએ એક સામાયિક કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. મણિએ અભિનેતા પાસે માફીની માગ કરી છે અને કહ્યું કે, તેમની સંસ્થાએ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પહેલા રજનીકાંતે ટ્વિટર પર તમિલ ભાષામાં એક પોસ્ટ કરી હતી. આમાં તેમણે સીએએ વિરુદ્ધ થયેલી હિંસા અંગે દુ: ખ વ્યક્ત કર્યું હતું. તેમણે દેશના લોકોને એક થવાની અને હિંસાથી દૂર રહેવાની સલાહ આપી. રજનીકાંતે ટ્વિટર પર લખ્યું- ‘હિંસાની હાલની ઘટનાઓ જોઈને મને ખૂબ પીડા થાય છે. હિંસા અને તોફાનોને કોઈ પણ મુદ્દાનું સમાધાન ન બનાવવું જોઈએ. હું ભારતના લોકોને કહીશ કે, બધાએ એક થવું જોઈએ અને ભારતની સુરક્ષા અને હિતનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.