ભાજપના મહામંત્રીની છલકાઈ રંગીલી લીલા, વોટ્સએપ ગ્રૂપમાં તરતા મૂક્યા અશ્લીલ વીડિયો

અમદાવાદના નરોડામાં ભાજપના રંગીલા મહામંત્રીની બીભત્સતા સામે આવી છે. નરોડા ભાજપના મહામંત્રી ગૌતમ પટેલે ભાજપના ઓફિશિયલ નરોડા ગ્રૂપમાં બીભત્સ વીડિયો પોસ્ટ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે, ગૌતમ પટેલે વોટ્સએપ ગ્રૂપમાં 70 થી વધુ બીભત્સ વીડિયો પોસ્ટ કર્યા છે. જેને લઈને માહોલ ગરમાયો છે. 

કારણ કે, આ વોટ્સએપ ગૃહમાં મહિલા કોર્પોરેટર અને મહિલા કાર્યકરો પણ સામેલ છે. જોકે ભાજપના મહામંત્રી ગૌતમ પટેલની આ હરકત બાદ કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો ગ્રૂપમાંથી લેફ્ટ થઈ ગયા છે. પરંતુ આ પ્રકારની હરકતને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે.

નારી શક્તિની સુરક્ષાની માત્ર વાતો

કારણ કે, નારી શક્તિની સુરક્ષાની વાતો કરવામાં આવે છે, નારીને માન-સન્માન આપની વાત કરવામાં આવે છે. તે જ પક્ષની નેતાગીરી આવા હવસના ભૂખ્યા નેતાઓ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું આવા નેતાઓના હાથમાં ભાજપે નરોડાનું નેતૃત્વ સોંપ્યું છે…? શું આવા નેતાઓ નરોડાની મા-બહેનોની રક્ષા કરશે…?

નલિયા સેકસકાંડમાં રાષ્ટ્રીય સ્તરે ભાજપની છબિ ખરડાઇ હતી. શિષ્તને કારણે ઓળખાતી પાર્ટીને જાણે વ્યાભિચારનો સડો લાગી ગયો હોય એ પ્રકારે સોશિયલ મીડિયામાં પાર્ટીના કેટલાક નેતાઓ એવી ભૂલો કરી બેસે છે કે, લોકમાં તેમની છબિ ખરડાય છે. ત્યારે આ ફરી આ પ્રકારની ઘટનાને પગલે રાજ્યના વાતાવરણમાં ગરમાવો ફેલાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.