નાગરિકતા સંશોધન કાયદાને લઇને છેલ્લાં ઘણા સમયથી વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે, ખાસ કરીને રાજધાની દિલ્હીમાં. CAAના કાયદાને લઇને રાજકીય ગરમાવો ઓછો થવાનો નામ નથી લેતો. CAAને લઇને અનેક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યાં છે. તેમાં કેટલાક નેતાઓ વિવાદિત નિવેદનો પણ આપતા હોય છે. થોડાં દિવસો પહેલા જ BJPના નેતા અનુરાગ ઠાકુરે CAAનો વિરોધ કરી રહેલા લોકો પર વિવાદિત નિવેદન આપ્યું હતું અને હવે કર્ણાટકના યેદીયુરપ્પાના મંત્રી સીટી રવિએ વિવાદિત નિવેદન આપ્યું છે.
નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો વિરોધ કરી રહેલા લોકોને લઇને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને BJP સાંસદ પરવેઝ વર્માના આપત્તિજનક નિવેદનો બાદ હવે યેદિયુરપ્પા સરકારમાં મંત્રી સીટી રવિએ પણ વિવાદિત નિવેદન આપ્યું છે. સીટી રવિએ અનુરાગ ઠાકુરના નિવેદનને સમર્થન કરતા કહ્યું હતું કે, દેશદ્રોહીઓને બિરયાની ન ખવડાવવી જોઇએ, પરંતુ તેમને ગોળી મારી દેવી જોઇએ.
મોદી સરકારના રાજ્ય નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે દિલ્હીની એક રેલી દરમિયાન CAAનો વિરોધ કરી રહેલા લોકોને ગદ્દાર કહ્યાં હતાં. ત્યારબાદ મીડિયામાં આ નિવેદનની ખુબ ટીકા થઇ હતી. જોકે કેટલાક નેતાઓએ આ નિવદનનું સમર્થન પણ કર્યું હતું. કર્ણાટકના મંત્રી સીટી રવિએ કહ્યું હતું કે, દેશદ્રોહીઓ સાથે કડક વલણ અપનાવવું જોઇએ. સીટી રવિએ અનુરાગ ઠાકુરના નિવદન પર આપત્તિ દર્શાવનારા લોકોને પણ અલગ-અલગ કેટેગરીમાં વહેંચી દીધા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘આવા લોકો જ આતંકી અજમલ કસાબ અને યાકુબ મેમન જેવા લોકોની ફાંસીનો વિરોધ કરે છે અને ટુકડે-ટુકડે ગેંગનું સમર્થન કરીને CAA વિરુદ્વ ખોટું બોલે છે. તેમણે આગળ લખ્યું હતું કે, દેશદ્રોહીને બિરયાની નહીં બુલેટ મળવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.