ભાજપી સાંસદ ગૌતમ ગંભીર બરાબરના ભડક્યા, બોલ્યા …તો હું જલેબી ખાવાનું જ છોડી દઇશ

ભાજપના દિલ્હીથી સાંસદ ગૌતમ ગંભીરે ઇન્દોરમાં જલેબી ખાધી તેને લઇને વિવાદનો મધપૂડો છંછેડાયો છે. હવે તો વાત એટલે સુધી વધી ગઇ કે ગૌતમ ગંભીરે કહી દીધું કે જો મારા જલેબી ખાવાથી દિલ્હીનું પ્રદૂષણ વધ્યું છે તો હું હંમેશા માટે જલેબી ખાવાનું છોડી શકું છું…10 મિનિટમાં મને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું, જો આટલી મહેનત દિલ્હીના પ્રૂદષણને ઘટાડવા માટે કરી હોત તો આપણે શ્વાસ લઇ શકતા હોત.

આખી વાત એમ છે કે દિલ્હી-NCRમાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તેમાંથી છૂટકારો મેળવવા માટે ગયા શુક્રવારે એટલે કે 15મી નવેમ્બરના રોજ દિલ્હી સરકારે બેઠક બોલાવી હતી. જો કે બેઠકમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ અધિકારી પહોંચ્યા અને તેના પર આમ આદમી પાર્ટીએ ઇસ્ટ દિલ્હીના ભાજપ સાંસદ ગૌતમ ગંભીર પર નિશાન સાંધ્યું હતું. આપના સત્તાવાર ટ્વિરટ એકાઉન્ટ પરથી ગંભીરની ઇન્દોરમાં જલેબી ખાતી તસવીર શેર કરી હતી. તેની સાથે જ પાર્ટીએ ભાજપના સાંસદની એક જૂની રીટ્વીટ કરી કટાક્ષ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.