ભક્તોમાં નથી કોરોનાનો ડર,નથી થતું કોરોનાની ગાઈડલાઈનનું પાલન

કુંભ 2021માં શાહી સ્નાન પહેલા રાજ્યમાં કોરોનાના ચોંકાવનારા કેસ આવ્યા છે તો અહીં શ્રદ્ધાળુઓની ભીડ પણ જોવા મળી રહી છે.

લોકોએ ન તો માસ્ક લગાવ્યા છે અને ન સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ રહ્યું છે.

ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભ શાહી સ્નાનની તૈયારીઓ શરૂ થઈ છે. કોરોના મહામારીના કારણે મોટા આયોજનને લઈને તેનો ડર હતો. આવું જ રવિવારે હરિદ્વારમાં જોવા મળ્યું

અહીં 24 કલાકમાં 1333 કેસ આવ્યા છે અને 8 મોત થયા છે. દહેરાદૂનમાં 582 કેસ નૈનિતાલમાં 122 કેસ આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં કેન્દ્ર સરકારે ઉત્તરાખંડની સરકારને કહ્યું હતું કે હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભના સમયે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે કડક પગલા લેવામાં આવે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.