ભલે ટ્રમ્પ પરાજિત થયા, અમેરિકામાં ટ્રમ્પવાદ સ્થપાઇ ચૂક્યો છે, ટ્રમ્પે 50 ટકાથી વધુ પોપ્યુલર મતો મેળવી લીધા

– ભારતના મોદીત્વની જેમ અમેરિકામાં ટ્રમ્પત્વ ચાલુ થઇ ગયું છે

અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં ભલે ડોનાલ્ડ ટ્રમ્પ હારી ગયા હોચ, એમણે પચાસ ટકા જેટલા પોપ્યુલર મતો મેળવી લીધા છે એ હકીકત આવનારા  સમયમા ભારત સહિત બીજા કેટલાક લોકશાહી દેશો પર એની અસર પાડ્યા વિના નહીં રહે.

સૌથી વિસ્મયજનક વાત એ છે કે જેને વિદૂષક, લાલચું, સત્તાભૂખ્યા, ભ્રષ્ટ, ખોટાબોલા, સેક્સ કૌભાંડોમાં રાચનારા, કરચોર વગેરે વિશેષણોથી નવાજવામાં આવતા હતા એ ડોનાલ્ડ ટ્રમ્પને સાત કરોડ અમેરિકી નાગરિકોએ મત શી રીતે આપ્યા ?

આ એ જ ટ્રમ્પ છે જેણે મહાસત્તા ગણાતા અમેરિકાને ચીનની દ્રષ્ટિએ લઘુસત્તા જેવું બનાવી દીધું, દુનિયની નજરમાં પોતાના દેશને કમજોર બનાવી દીધો. છતાં કોઇને એવી કલ્પના સુદ્ધાં નહોતી કે ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણીને આટલી હદે રસાકસી ભરેલી બનાવી દેશે. કોરોના રોગચાળાએ સૌથી વધુ જાનહાનિ અને ચેપ અમેરિકામાં ફેલાવ્યો હતો. આમ છતાં કરોડો લોકોએ એને મત આપ્યો એ પણ ઙકીકત છે.

નિરીક્ષકો અને સમીક્ષકોને સતાવતો સવાલ જ આ છે- અમેરિકન પ્રજાને થયું છે શું. આચૂંટણી પરિણામો પછી  આ સવાલનો પોલિટિકલ રંગ વધુ સઘન પુરવાર થવાનો છે. કોરોના ન આવ્યો હોત અને અમેરિકામાં ટ્રમ્પે કોરોનાનો જોરદાર અસરકારક સામનો કર્યો હોત તો ટ્રમ્પ જંગી બહુમતીથી જીતી ન ગયા હોત. આ મુદ્દેા વિચારવા જેવો છે.

હકીકત એ છે કે ભારતમાં મોદીત્વ પ્રવર્તી ગયું છે એમ અમેરિકામાં અત્યારે ટ્રમ્પીઝમ ઘર કરી ગયો છે. એને ટ્રમ્પવાદ કહી શકાય. સમાજવાદ, સામ્યવાદ એમ ટ્રમ્પવાદ. આવનારાં ઘણાં વરસો સુધી એની અસર અમેરિકી રાજકારણ ઉપરાંત દુનિયાના લોકશાહી દેશો પર પડ્યા વિના નહીં રહે.

નરેન્દ્ર મોદીએ ટેક્સાસમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પનો હાથ પકડીને એમને જીતાડવાની અપીલ કરી ત્યારે વાસ્તવમાં એ ટ્રમ્પવાદનાં બીજ રોપી રહ્યાં હતાં. ભલભલા પોલિટિકલ અભ્યાસીને આ વાતનો અણસાર સુદ્ધાં ન આવ્યો એ પણ એક વિસ્મય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.