વિક્રમ સંવત 2076, કારતક વદ અમાસ, મંગળવાર દર્શ અમાસ, વિંછુડો, રંગ અવધૂત પુણ્યતિથિ (નારેશ્વર), બુધ વિશાખામાં મેષ આપના નોકરી યા અન્ય મહત્વનાં કામકાજો અંગે વધુ પ્રયત્ને સફળતા મળતી જણાય. વૃષભ સામાજિક-વ્યવસાયિક સફળતા અને આર્થિક રાહતનો અનુભવ થતો જણાય.
મિથુન આપના ધાર્યા કામ આડે અડચણ હશે તો દૂર થતી જણાય. ગૃહજીવનનો વિખવાદ ટાળજો. કર્ક સંવાદિતા અને પ્રસન્નતાનું વાતાવરણ સર્જી શકશો. સફળતાની તક સર્જાય. સિંહ આપની કેટલીક મહત્વની કામગીરી અંગે આપના નિર્ણયો ફળદાયી બને. કન્યા આવક સામે ખર્ચ-ખરીદીનું પ્રમાણ વધી જતું જણાય. સમતોલન રાખવું જરૃરી.
તુલા આપના મહત્ત્વનાં કામકાજ અંગે જણાતી ચિંતાને હળવી બનતી જોઈ શકશો. વૃશ્ચિક લાભ અને સફળતા માટે આપને ઘણું આયોજન અને અનુભવીની મદદ જરૃરી લાગે. ધન કોઇ પણ પ્રકારે કામ કરાવવાની જીદ કરતાં સમતા રાખવી હિતાવહ. મકર આવકનાં દ્વાર ખોલવા આપે વિશેષ જાગૃતિ અને તૈયારી રાખવી પડે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.