શુક્રવારે થયેલી કોરોના સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને નિર્દેશ આપ્યા છે કે જો કોરોના દર્દીઓની સંખ્યા ભોપાલ અને ઈન્દોરમાં ઓછી નથી થઈ રહી. ત્યારે રવિવારે રાતે અથવા સોમવારની રાતે નાઈટ કર્ફ્યૂ લાગી શકે છે.
તે માટે તમામ ઉપાયો કરવામાં આવશે. જન જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે. કોરોના સંક્રમણ દર વધી રહ્યો છે તો કડક પગલા પણ ભરાશે. ભોપાલ અને ઈન્દોર જિલ્લામાં રવિવારે અથવા સોમવારે નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવી શકે છે.
બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર, જબલપુર સહિત મહારાષ્ટ્રની બોર્ડર પર લાગેલા જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા વિશેષ સતર્કતા વર્તવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રથી આવનારાને મર્યાદિત કરવા માટે બેઠકમાં વિચાર કરવામાં આવ્યો હતો.
દુકાનની સામે દોરડુ લગાવો. દુકાન પર આવનારા ગ્રાહકોની વચ્ચે પર્યાપ્ત અંતર રાખો, ગ્રાહકોને સેનેટાઈઝરના ઉપયોગ કરવા અને માસ્ક લગાવવા માટે પ્રેરિત કરવામાં આવે. જે દુકાનદારો આ સુરક્ષા ઉપાયોનું પાલન નહીં કરી શકે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.