ભોપાલમાં ફ્રાંસ વિરોધી પ્રદર્શનની આગેવાની લેનાર કોંગ્રેસી ધારાસભ્ય આરિફ મસૂદના આકરા તેવર યથાવત છે.
ભલે શિવરાજસિંહ ચૌહાણની સરકારે પરવાનગી વગર દેખાવો કરવા સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી હોય પણ આરિફ મસૂદનુ કહેવુ છે કે, મુસ્લિમ સમાજ ક્યારેય બીજા કોઈ ધર્મની મજાક ઉડાવતો નથી.આવામાં અમારા ધર્મની મજાક ઉડાવનારાઓ સામે અમે પ્રદર્શન કર્યુ છે.ફ્રાંસના રાષ્ટ્રપતિ માફી નહીં માગે તો વિરોધ ચાલુ રહેશે.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ધારાસભ્યે કહ્યુ હતુ કે, આ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા નહોતુ પણ મારા તરફથી યોજાયુ હતુ.અમારી કોમ અમારા મહંમદ પયંગબર સાહેબનુ અપમાન કરવા નહીં દે.સરકારે મારી સામે ફરિયાદ નોંધી છે અને તેનો જવાબ હું કોર્ટમાં આપીશ.અમારી માંગ છે કે, ભારત સરકારે આ સમયે ફ્રાંસ સાથે નહીં પણ ભારતના મુસ્લિમો સાથે ઉભા રહેવુ જોઈએ.
દરમિયાન ભાજપના મધ્યપ્રદેશ અધ્યક્ષે કહ્યુ હતુ કે, હું સોનિયા ગાંધી અને કમલનાથને પૂછવા માંગુ છું કે ,તેઓ ફ્રાંસ સામે થયેલા દેખાવોનુ સમર્થન કરે છે કે તેઓ આ પ્રકારના દેખાવોના વિરોધમાં છે.
ઉલ્લેખનીય છે કે, ફ્રાંસમાં રાષ્ટ્રપતિ મેક્રોને કરેલી ઈસ્લામને લઈને ટિપ્પણીઓ પર દુનિયાભરના મુસ્લિમ દેશોમાં દેખાવો થઈ રહ્યા છે.જેમાં ભારતીય મુસ્લિમો પણ હવે જોડાઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.