ભોપાલ જિલ્લા કોર્ટે આઠ વર્ષ જૂના રેગિંગ અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં શુક્રવારે ચાર યુવતીઓને પાંચ- પાંચ વર્ષની સજા ફરમાવી હતી. કોર્ટે તેમને બે-બે હજારનો દંડ પણ કર્યો હતો.
વર્ષ ૨૦૧૩માં ભોપાલની એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં રેગિંગથી કંટાળીને અનિતા શર્મા નામની યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. કોર્ટે નિર્ણય લીધા પછી ચારેય દોષિત યુવતીને જેલમાં મોકલી દીધી હતી.
કમલા નગર પોલીસને યુવતીના ઘરમાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે,’ હું અનિતા શર્મા બી-ફાર્મા દ્વિતીય વર્ષની વિદ્યાર્થિની છું. હું કોલેજ આવી ત્યારથી મારી સાથે રેગિંગ થઈ રહ્યું છે. આ ચારેય કન્યા ( નિધિ, દીપ્તિ,કીર્તિ અને દેવાંશી) બહુ જ ગંદી છે.
આ ચારેય કન્યા ( નિધિ, દીપ્તિ,કીર્તિ અને દેવાંશી) બહુ જ ગંદી છે. એક વર્ષ સુધી તેમને કઈ રીતે સહી તે હું જ જાણું છું. મારી પાસેથી તેમણે મિડ સેમની નકલ પણ લખાવી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે,’ વધી રહેલી રેગિંગની ઘટનાઓને જોતાં એવી સજા થવી જોઈએ કે બીજા લોકો આવું કરતાં પહેલાં તેના પરિણામો વિચારીને આવું કરતાં ડરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.