અમેરિકી સાંસદ ફ્રાન્સિસ રૂનીએ સંસદમાં તમામને આતંકવાદની વિરુદ્ધ ભારતની લડાઈમાં સાથ આપવાની અપીલ કરી છે. સાંસદે કહ્યું કે, “ઇસ્લામી આતંકવાદી આખા જમ્મુ-કાશ્મીર અને ભારતમાં અન્ય જગ્યાઓ પર સતત ખતરો પેદા કરી રહ્યા છે અને આતંકવાદને ફેલાવી રહ્યા છે.” સાંસદ રૂનીએ ગુરૂવારનાં કહ્યું કે, “ભારત સામે અનેક ક્ષેત્રીય તેમજ ભૂરાજનૈતિક ખતરા છે. ઇસ્લામી આતંકવાદી આખા જમ્મુ-કાશ્મીર અને ભારતમાં ઘણી જગ્યાએ સતત આતંકવાદનો ખતરો પેદા કરી રહ્યા છે. આપણે આતંકવાદની વિરુદ્ધની લડાઈમાં નવી દીલ્લીમાં સરકારની મદદ કરવી જોઇએ.”
સાંસદ રૂનીએ ગુરૂવારનાં કહ્યું કે, “ભારત સામે અનેક ક્ષેત્રીય અને ભૂરાજનૈતિક ખતરા છે. ઇસ્લામી આતંકવાદી આખા જમ્મુ-કાશ્મીર અને ભારતમાં ઘણી જગ્યાએ સતત આતંકવાદનો ખતરો પેદા કરી રહ્યા છે. આપણે આતંકવાદીની લડાઈમાં ભારતની મદદ કરવી જોઇએ.” ફ્લોરિડાથી સાંસદ રૂનીએ પ્રતિનિધિ સભામાં સહયોગી ભારતની સાથે મહત્વનાં સંબંધો પર પોતાના ભાષણમાં કહ્યું કે, “તેમની અમેરિકામાં ભારતનાં રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાની સાથે હાલમાં જ બેઠક થઈ, જેમાં ભારત તેમજ અમેરિકાની વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોનાં મહત્વ અને ભારતની સમક્ષ વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.”
રૂનીએ કહ્યું કે, “ભારત પોતાના શત્રુ દેશ, અસ્થિર તેમજ પરમાણુ હથિયારથી સશસ્ત્ર પાકિસ્તાનનાં કારણે હંમેશા સતર્ક રહે છે.” તેમણે ભારતને અમેરિકાનો મહત્વનો વેપાર સહયોગી ગણાવતા કહ્યું કે, “આપણે ભારતની સાથે વેપારી સંબંધોને મજબૂત કરવા તેમજ દ્વિપક્ષીય વિદેશી પ્રત્યક્ષ રોકાણને વધારવાની દિશામાં સતત કામ કરવું જોઇએ અને એક મુક્ત વેપાર કરારને લઇને વાતચીત પર વિચાર કરવો જોઇએ.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.