વાગરા તાલુકાના ભેંસલી ગામના વતની અને છેલ્લા ૧૨ વર્ષથી રોજગારી અર્થે દક્ષિણ આફ્રીકાના વેન્ડામાં વસેલા જાવેદ પટેલની નિગ્રોએ બે ગોળી મારી હત્યા કરતા ભરૂચ જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
વાગરાના ભેંસલી ગામના વતની જાવેદ મુસાભાઈ પટેલ ૧૨ વર્ષ પહેલા રોજગારી અર્થે દક્ષિણ આફ્રીકાના વેન્ડા ટાઉન ખાતે ગયા હતા. વેન્ડામાં તેઓ તેમની પત્નિ અને બે પુત્રો સાથે રહેતા હતા. દુકાનમાં નોકરી કરી રોજીરોટી કમાતા હતા. શુક્રવારે જુમ્માની નમાજ પઢવા જાવેદ બપોરે ૨ કલાકે દુકાનેથી ઘરે આવવા નીકળ્યા હતા. જયાં રસ્તામાં સ્ટાફ મિત્રોને ડ્રોપ કરતા જાવેદ તેના ઘર આંગણે પહોંચ્યો હતો. કારમાંથી ઉતરવા જાવેદ ઝબ્બો ઉંચો કરી બહાર નીકળવા જતા તેનો પીછો કરી રહેલા ત્રણ થી ચાર જેટલા નિગ્રો લુંટારૂઓને જાવેદ ગન કાઢી રહ્યો હોવાની શંકા ગઈ હતી.
નિગ્રોએ ૪ રાઉન્ડ ફાયરીંગ કરતા બે ગોળીઓ જાવેદના પેટ અને દુટીના નીચેના ભાગે વાગી હતી. ફાયરીંગનો અવાજ સંભળાતા પરિવારજનો તેમજ આસપાસના લોકો એકત્રિત થઈ જતા લુંટના ઈરાદે આવેલા નિગ્રો લુંટારૂઓ નાસી છુટયા હતા. ઘરની બહાર જ લોહીલુહાણ હાલતમાં ફસડાય પડેલા જાવેદને તાત્કાલીક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયાં તબીબોએ તેને મૃત જાહેર કરતા પત્નિ અને બે બાળકો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.