ભૂજમાં સ્વામીનારાયણ સંપ્રદાયની માન્યતાનો વિરોધ કરનાર ભૂતપૂર્વ ટ્રસ્ટીને મારી નાંખવાની ધમકી

છોકરીઓ માસિકમાં છે કે નહીં તે કપડાં ઉતારી તપાસ કરવાની ભુજ સ્વામીનારાયણ મંદિર હૉસ્ટેલની ઘટનાનો વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. ભુજ હૉસ્ટેલમાં બનેલી ઘટનામાં સંપ્રદાયની માન્યતાને જવાબદાર ઠેરવનાર મંદિરના ભૂતપૂર્વ ટ્રસ્ટીને ધમકી આપવામાં આવી છે.

ભુજ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી આર.આર. પટેલે ભુજ એ પોલીસ ડિવિઝનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

હૉસ્ટેલમાં વિદ્યાર્થીનીઓના કપડાં ઉતારીને તેઓ માસિક ચક્રમાં છે કે નહીં તે તપાસવાની ઘટનાનો આર.આર.પટેલે ખુલીને વિરોધ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.