ભુજના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વીડિયો વાઈરલ, ફસાયા વિવાદના વમળમાં

અમદાવાદઃ કચ્છની ભુજ સહજાનંદ ઈન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થિનીઓના કપડા ઉતારી માસિક ચેક કરવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ભુજના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં ભુજના કૃષ્ણસ્વરુપદાસ સ્વામીએ સત્સંગ સભામાં સ્ત્રીના માસિક ધર્મ અંગે કેટલાક વિવાદાસ્પદ નિવેદનો કર્યાં છે. આ સત્સંગસભાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ બોલે છે કે માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથે બનેલા રોટલા ખાવા જોઈએ નહીં,જો પતિ રોટલો ખાય તો બીજો અવતાર બળદનો જ છે અને જો પત્ની રોટલો ખવડાવે તો બીજો અવતાર કૂતરીનો જ છે. આ ઉપરાંત તેમણે પરણતા પહેલાં રસોઈ બનાવતા શીખવવાનો પણ અનુરોધ કર્યો હતો. આ ધર્મ નિયમની વાતો છે અમારે કરવી જ પડે છે. તેમણે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.