ભુખમરા સામે લડવા, શાંતિ સ્થાપવાની કામગીરી માટે વર્લ્ડ ફુડ પ્રોગ્રામને મળ્યો 2020નો નોબલ શાંતિ પુરસ્કાર

નોર્વેની નોબલ સમિતિએ 2020ના નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડ ફુડ પ્રોગ્રામને શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. વર્લ્ડ ફુડ પ્રોગ્રામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ભુખમરા સામે લડવા અને શાંતિ સ્થાપવા સાથે જોડાયેલા સરાહનિય કાર્યો માટે શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઓસ્લોમાં આ જાહેરાત કરવામાં આવી. નોબલ સમિતિએ પોતાના પસંદગીના ઉમેદવારને લઈને ગોપનિયતા જાળવે છે. તેમ છતાં વિજેતાની જાહેરાત પહેલા અટકળો કરવામાં આવીતી હોય છે.

આ વખતે અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વર્ષે શાંતિ પુરસ્કાર જળવાયુ કાર્યકર્તા અને સ્વીડનના નાગરિક ગ્રેટા થનબર્ગ, નર્વ એજન્ટ હુમલાથી ઉભરી રહેલા રુસના નેતા એલેક્સેઈ નવલની અને કોરોના વાઈરસ સંકટનો સામનો કરવામાં ભૂમિકા માટે વર્લ્ડ હેલ્થ ઓગ્રેનાઈઝેશમાંથી કોઈને આપવામાં આવી શકે છે.

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ માનવું હતું કે તેમને આ પુરસ્કાર આપવામાં આવવો જોઈએ. આ પુરસ્કાર માટે 318 ઉમેદવાર હતા. જેમાંથી 211 વ્યક્તિઓ અને 107 સંગઠનો સામેલ હતા. નામાંકન ભરવાની અંતિમ સમય મર્યાદા 1લી ફેબ્રુઆરી 2020 હતી. તેનો અર્થ એ છે કે માર્ચમાં વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલા કોરોના વાઈરસ સામે લડી રહેલા યોદ્ધાઓમાંથી કોઈને પુરસ્કાર મળવાની સંભાવના નહોતી.

ઉલ્લેખનિય છે કે, પુરસ્કાર હેઠળ ગોલ્ડ મેડલ, એક કરોડ સ્વીડિશ ક્રોના(અંદાજે 8.27 કરોડ રૂપિયા)ની રકમ આપવામાં આવે છે. સ્વીડિશ ક્રોના સ્વિડનનું ચલણી નાણું છે. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબલના નામ પર આપવામાં આવે છે. તે પહેલા રસાયણ વિજ્ઞાન અને ફિઝિક્સ સહિત ઘણાં ક્ષેત્રમાં આ વર્ષના નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી ચુકી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.